નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા વર્ષે જૂલાઇમાં ગ્રામીણ ક્ષેત્રમાં શહેરી વિસ્તારોની સરખામણીએ મોંઘવારીમાં ઘટાડોનો દર વધુ રહ્યો છે. સંસદમાં ગુરુવારે રજૂ કરવામા આવેલા 2018-19ના ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારીના દરની વર્તમાન સમયની એક ખાસ વાત એ છે કે ગ્રામીણ મોંઘવારીની સાથે સાથે શહેરી મોંઘવારીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે જૂલાઇ 2018થી જ શહેરી મોંઘવારીની તુલનામાં ગ્રામીણ મોંઘવારીમાં ઘટાડાની ગતિ વધુ ઝડપી રહી છે. જેને કારણે મુખ્ય મોંઘવારી દર ઘટી ગયો છે. આર્થિક સર્વેક્ષણમા કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ મોંઘવારીમાં ઘટાડો ખાદ્ય મોંઘવારી ઘટવાના કારણે આવી છે. છેલ્લા છ મહિનાથી ખાદ્ય મોંઘવારી સતત નીચે આવી રહી છે.
રિપોર્ટ અનુસાર, મોટાભાગના રાજ્યોમાં ગ્રાહક પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત મોંઘવારીમાં ઘટાડો આવ્યો છે. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 23 રાજ્યો અને સંઘ શાસિત રાજ્યોમાં મોંઘવારીનો દર ચાર ટકાથી નીચે છે. આ દરમિયાન દમણ અને દીવમાં મોંઘવારી દર ન્યૂનતમ રહ્યો છે. બાદમાં હિમાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશનો નંબર આવે છે.
શહેરોની તુલનામાં ગામડાઓમાં વધુ ઝડપથી ઘટી મોંઘવારીઃ આર્થિક સર્વે
abpasmita.in
Updated at:
04 Jul 2019 07:26 PM (IST)
સંસદમાં ગુરુવારે રજૂ કરવામા આવેલા 2018-19ના ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારીના દરની વર્તમાન સમયની એક ખાસ વાત એ છે કે ગ્રામીણ મોંઘવારીની સાથે સાથે શહેરી મોંઘવારીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -