ઇકોનોમીને ઝટકો, ઓગસ્ટમાં કોર સેક્ટરની ગ્રોથમાં 0.5 ટકાનો ઘટાડો
abpasmita.in | 30 Sep 2019 10:08 PM (IST)
જૂલાઇ મહિનામાં આ ગ્રોથ 2.1 ટકા હતો જ્યારે ઓગસ્ટ 2018માં આઠ કોર સેક્ટર્સનો વિકાસ દર 4.7 ટકા હતો.
નવી દિલ્હીઃ ઓગસ્ટ મહિનામાં આઠ કોર સેક્ટરનો વિકાસ દર રિપોર્ટમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં આઠ કોર સેક્ટર્સની ગ્રોથમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે જૂલાઇ મહિનામાં આ ગ્રોથ 2.1 ટકા હતો જ્યારે ઓગસ્ટ 2018માં આઠ કોર સેક્ટર્સનો વિકાસ દર 4.7 ટકા હતો. વાસ્તવમાં આઠ કોર સેક્ટર્સનો વિકાસ દરમાં ઘટાડો મોદી સરકાર માટે એક મોટો ઝટકા સમાન છે. સોમવારે જાહેર કરવામાં આવેલા તાજા આંકડાઓ અનુસાર, કોર સેક્ટરના આઠ મહત્વના ઇન્ડસ્ટ્રિઝની ઇડેક્સ 128.2 રહ્યો છે. છેલ્લા વર્ષના આંકડાઓની સરખામણીએ તેમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2019-20ના એપ્રિલ-ઓગસ્ટ મહિના દરમિયાન આ 2.4 ટકા રહ્યો છે. જ્યારે છેલ્લા વર્ષ દરમિયાન 5.7 ટકા હતો. વાસ્તવમાં સરકારના તમામ પ્રયાસો છતાં ઉદ્યોગોનો વૃદ્ધિ દર ગતિ પકડી રહ્યો નથી. જૂલાઇમાં આઠ કોર સેક્ટરનો વિકાસ 2.1 ટકા હતો. જેનાથી એક આશા જાગી હતી કે આગળ સુધારો થશે પરંતુ ઓગસ્ટ મહિનાના આંકડાઓએ આ આશાઓને ઝટકો આપ્યો છે. આ અગાઉ જૂન મહિનામાં આઠ મહત્વના ઉદ્યોગોનો ગ્રોથ ઘટીને 0.2 ટકા રહ્યો હતો. કોર સેક્ટરમાં ઘટાડા પાછળનું કારણ ઓઇલની કિંમતમાં ઉછાળો અને સિમેન્ટના ઉત્પાદનમાં મંદી હોવાનું માનવામાં આવે છે.