નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી આજે પોતાની મિની ક્રોસ હેચબેક 'S-Presso' ભારતીય બજારમાં લોન્ચ કરશે. 1.0 લીટર પેટ્રોલ એન્જિનથી સજ્જ S-Pressoની ટક્કર રેનોની ક્વિડ સાથે થશે. કંપનીએ આ કાર બીએસ6 ઉત્સર્જન માનક અનુસાર હશે. આ કારની શરૂઆતની કિંમત અંદાજે 4 લાખ રૂપિયા હોવાની ધારણા છે. એન્ટ્રી લેવલની આ કારની સાથે મારુતિને આશા છે કે કંપની પોતાનું વેચાણ વધારવામાં સફળ થશે. 4 મીટરથી નાની કારના બજારમાં આ નવી મોડલથી તહેવારની સીઝન દરમિયાન મારુતિ સુસ્ત પડેલ કારનું વેચાણ વધારવાનો પ્રયત્ન કરશે.
ચાર ટ્રિમ લેવલ - સ્ટાન્ડર્ડ, LXi, VXi અને VXi+ ઉપરાંત મારુતિ પોતાની મિની ક્રોસ હેટબેકને કુલ 9 વેરિયન્ટ્સમાં ઉતારશે. આ કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ પણ હશે. આ કારમાં નવી સેફ્ટી ફીચર્સને સમાવવામાં આવ્યા છે.
મારુતિ સુઝુકી S-Pressoને એવા યુવાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જે પ્રથમ વખત કાર ખરીદવાના છે. કારની ડિઝાઈન એ રીતે બનાવવામાં આવી છે કે તે તને આગળથી જોવા પર મિની SUV જેવી દેખાશે.