EPFO News Update:  એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ યુનિવર્સલ એકાઉન્ટ એક્ટિવેશન (UAN) ને એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (ELI સ્કીમ) સાથે લિંક કરવાની અંતિમ તારીખ 15 ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે, જે અગાઉ 30 નવેમ્બર 2024 હતી. યુનિવર્સલ એકાઉન્ટ એક્ટિવેશનની તારીખ લંબાવવાની સાથે EPFOએ બેન્ક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ પણ 15 ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે. EPFOએ સોશિયલ મીડિયા પોસ્ટ પર આ જાણકારી આપી છે.






EPFO સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની પોસ્ટમાં નોકરીદાતાઓને સંબોધિત કરતી વખતે EPFOએ લખ્યું છે કે, યુનિવર્સલ એકાઉન્ટ નંબરના એક્ટિવેશન અને બેન્ક એકાઉન્ટને આધાર સીડિંગ કરવાની અંતિમ તારીખ વધારીને 15 ડિસેમ્બર 2024 કરી દેવામાં આવી છે. ઇપીએફઓએ લખ્યું હતું કે એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે તાજેતરમાં જ જે લોકોએ જોઇન કર્યું છે અને જે લોકો ચાલુ નાણાકીય વર્ષમાં જોડાયા છે, તેઓ એ સુનિશ્વિત કરે કે તેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર એક્ટિવેશનની સાથે તેમના બેન્ક ખાતાના આધાર સીડિંગને પૂર્ણ કરી લેવામાં આવે.


તાજેતરમાં જોડાયેલા કર્મચારીઓ માટે UAN એક્ટિવેશનની તારીખ લંબાવવાની પહેલેથી જ અપેક્ષા હતી કારણ કે સરકારે હજુ સુધી એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમની વિગતો જાહેર કરી નથી. EPFOએ તેની પોસ્ટમાં નોકરીદાતાઓને આ કામ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું છે જેથી એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમનો લાભ લેવા માટે છેલ્લી ઘડીની ઉતાવળ ટાળી શકાય.


એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ શું છે?


રોજગારને પ્રોત્સાહન આપવા માટે સરકાર એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ લઈને આવી છે જેમાં એમ્પ્લોયર અને કર્મચારીઓ બંનેને પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય બે વર્ષમાં 2 કરોડ નોકરીઓનું સર્જન કરવાનો છે. નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરવામાં આવેલા બજેટમાં રોજગાર લિંક્ડ પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 4.1 કરોડ યુવાનોને રોજગાર આપવા અને તેમના કૌશલ્ય પર 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. આ યોજનામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીઓના બેન્ક ખાતામાં પ્રોત્સાહન આપવામાં આવશે અને આ ત્યારે જ થશે જ્યારે બેન્ક એકાઉન્ટ આધાર સાથે લિંક હશે.


એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવમાં સ્કીમ A હેઠળ 15,000 રૂપિયા એટલે કે EPFO ​​સાથે નોંધાયેલા સંગઠિત ક્ષેત્રના પ્રથમ વખતના કર્મચારીઓને ત્રણ હપ્તામાં એક મહિનાનો બેઝિક પગાર આપવામાં આવશે.


સ્કીમ-બી હેઠળ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારીની તકો વધારવાની છે. આ યોજનામાં કર્મચારીઓ અને નોકરીદાતા બંનેને પ્રોત્સાહન આપવામાં આવશે. આમાં પ્રથમ વખતના કર્મચારીઓને નોકરી આપવા માટે નોકરીદાતાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓને લાભ મળશે. સ્કીમ C હેઠળ એમ્પ્લોયરને દરેક વધારાના કર્મચારી માટે EPFO ​​યોગદાન માટે દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે જેમનો પગાર બે વર્ષ માટે 1 લાખ રૂપિયા સુધી છે.


હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો, મોદી સરકારે આપી મહત્વની જાણકારી