નવી દિલ્હીઃ ટેક્નોલોજી એન્ટોપ્રેન્યોર એલન મસ્ક ફેસબુકના સહ સ્થાપક માર્ક ઝકરબર્ગને પછાડીને વિશ્વના ત્રીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. મસ્કની સંપત્તિ વધીને 1115.4 અબજ ડોલર થઈ ગઈ છે, જ્યારે જકરબર્ગની સંપત્તિ 110.8 અબજ ડોલર છે. સ્ટોકના ફોરવર્ડ સ્ટોક સ્પ્લિટ બાદ ટેસ્લના શેરની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે. આ કારણે મસ્કની સંપત્તિ વધી રહી છે.


જેફ બેજોસની પૂર્વ પત્ની વિશ્વની સૌથી ધનાઢ્ય મહિલા

માસ્ક ઉપરાંત જેફ બેજોસની પૂર્વ પત્ની મેકેન્જી સ્કોટ વિશ્વની સૌથી ધનાઢ્ય મહિલા બની ગઈ છે. તેમણે લો‘ઓરિયલની ઉત્તરધિકારી ફ્રેન્કોઈ બેટનકોર્ટ મેયર્સને પાછળ છોડી છે. સ્કોટને જેફ બેજોસની કંપની એમેઝોમાં 4 ટકા હિસ્સેદારી મળી છે. બેજોસની સાથે છૂટાછેડા અંતર્ગત આ સંપત્તિ મળી છે. સ્કોટના 4 ટકાની હિસ્સેદારી 66.4 અબજ ડોલર છે. ટેસ્લા કારનાં વેચાણમાં 500 ટકાનો વધારો નોંધાયો છે. આ રીતે એલન મસ્કની સંપત્તિમાં 87.8 ટકાનો વધારો થયો છે. ટેસ્લાની માર્કેટ વેલ્યૂ 464 અબજ ડોલર થઈ ગઈ છે જે વોલમાર્ટની માર્કેટ વેલ્યૂને પાછળ છોડી ચૂકી છે. વોલમાર્ટ રેવન્યૂના મામલે અમેરિકાની સૌથી મોટી કંપની છે.



મંદીના સમયમાં અમીરોની સંત્તિમાં થયો ધરખમ વધારો

એવા સમયે જ્યારે વિશ્વભરમાં કોરોનાને કારણએ ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે એલન મસ્ક, જેફ બેજોસ જેવા અમીરોની સંપત્તિમાં વધારો ચર્ચાનો વિષય બન્યો છે. વિશ્વભરમાં કરોડો લોકની નોકરીઓ ચાલી ગઈ છે. સમગ્ર વિશ્વમાં અસમાનતા વધી રહી છે. છેલ્લા ઘણાં દિવસોથી અમેરિકાના સેનેટર બર્ની સેન્ડર્સે કોરોના વાયરસ સંક્રમણ દરમિયાન ખૂબ જ ધનાઢ્ય લોકો પર એક્સ્ટ્રીમ વેલ્થ ટેક્સ લગાવાવની અપીલ કરી હતી. તેને ઘણું સમર્થન મળ્યું હતું. મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બનવાથી ઘણાં પાછળ છે. વિશ્વના સૌતી અમીર વ્યક્તિ જેફ બેજોસની સંપત્તિ તેમનાથી 200 અબજ ડોલર વધારે છે.