નવી દિલ્હીઃ Reliance Jioએ ‘નયે ઇન્ડિયા કા નયા જોશ’ ના નામથી નવા જિઓ ફાઇબર પ્લાન્સ ભારતમાં લોન્ચ કર્યા છે. ખાસ વાત એ છે કે આ પ્લાન્સ સાથે જોડાનારા નવા ગ્રાહકોને અનલિમિટેડ ડેટાની સાથે 30 દિવસ સુધી તમામ સેવાઓ ફ્રીમાં મળશે. તેમાં સ્પીડ પણ દમદાર 150MBPS મળશે. ફ્રી ટ્રાયલમાં અપલોડ અને ડાઉનલોડ બન્ને સ્પીડ એક સરખી એટલે કે 150 MBPS રાખી છે. સાથે જ ફ્રી ટ્રાયલ માટે ગ્રાહકને મળશે 4કે સેટ ટોપ બોક્સ અને 10OTT એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન.

એક મહિના ફ્રી ટ્રાયલ બાદ ગ્રાહકસ કોઈપણ એક પ્લાનની પસંદગી કરી શકે છે. નવા પ્લાન્સ 399 રૂપિયા પ્રતિ માસથી લઈને 1499 રૂપિયા પ્રતિમાસ સુધીના હશે. ફ્રી ટ્રાયલ બાદ ગ્રાહક જિઓ ફાઇબરનું કનેક્શન કેન્સલ પણ કરાવી શકે છે. તેના માટે એક પણ રૂપિયો કાપવામાં નહીં આવે.

399 રૂપિાય પ્રતિમાસના પ્લાનમાં 30MBPS ની સ્પીડ મળશે. માર્કેટમાં આ પ્લાન સૌથી સસ્તા પ્લાન્સમાંથી એક ગણવામાં આવે છે. આ પ્લાનમાં કોઈપણ પ્રકારનું OTT એપ્સનું સબ્સક્રિપ્શન નહીં મળશે. જ્યારે 399 રૂપિયાની જેમ જ 699 રૂપિયાવાળા પ્લનમાં પણ OTT એપ્સ નહીં મળે પણ સ્પીડ વધીને 100 MBPS થઈ જશે. વર્ક ફ્રોમ હોમ માટે 699 રૂપિયાનો પ્લાન સૌથી બેસ્ટ છે.

999 રૂપિયા અને 1499 રૂપિયાવાળા પ્લાન્સમાં OTT એપ્સની ભરમાર છે. 999 રૂપિયામાં 150 MBPS સ્પીડની સાથે 1000 રૂપિયાની કિંમતના 11 OTT એપ્સનું સબ્સક્રિપ્શન મળશે. જ્યારે 1499 રૂપિયાવાળા પ્લાનમાં 1500 રૂપિયાની કિંમતની 12 OTT એપ્સ મળશે. ટીવી અને નેટ પર ઉપલબ્ધ કાર્યક્રમો, ફિલ્મો અને ગેમિંગના શોખીનો માટે આ પ્લાન્સ ખાસ કરીને ડિઝાઈન કરવામાં આવી છે.

નવા પ્લાનના ખાસિયત એ છે કે તેમાં અપલોડ અને ડાઉનલોડની સ્પીડ એક સરખી રાખવામાં આવી છે. સામાન્ય રીતે અપલોડ સ્પીડ ડાઉનલોડ સ્પીડ કરતાં ઘણી ઓછી હોય છે, પરંતુ જિઓ ફાઈબરના નવા પ્લાન્સમાં તમે પ્લાન અનુસાર જે સ્પીડ ઓફર કરવામાં આવી રહી છે તે અપલોડ અને ડાઉનલોડ બન્ને માટે એક સરખી હશે.

Reliance Jio Fiber ની ખાસ વાતો

ફ્રી ટ્રાયલમાં મળશે 150 MBPS સ્પીડ
4K સેટ ટોપ બોક્સ મળશે
10 OTT એપ્સનું સબ્સક્રિપ્શન્સ મળશે.
પ્લાન્સ 399 રૂપિયાથી શરૂ થશે.