Elon Musk Tesla: સરકારની હાલમાં ઇલોન મસ્કના ટેસ્લાને કોઈપણ પ્રકારનું ટેક્સ પ્રોત્સાહન આપવાની કોઈ યોજના નથી. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે અમેરિકન ઓટોમોબાઇલ કંપની ટેસ્લાને ટેક્સમાં છૂટ આપવા માટે નાણાં મંત્રાલય સમક્ષ કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.


ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક જૂન 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત દરમિયાન વડાપ્રધાનને મળ્યા હતા. ત્યારે ઇલોન મસ્કે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી ઈચ્છે છે કે ટેસ્લા ભારતમાં રોકાણ કરે. ત્યાર બાદ તેમણે સંકેત આપ્યો હતો કે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. ટેસ્લા ભારતમાં રોકાણ કરતા પહેલા ટેક્સ મુક્તિની માંગ કરી રહી છે. પરંતુ રોઇટર્સ અનુસાર, મહેસૂલ સચિવે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ પ્રકારની કર મુક્તિનો મામલો મહેસૂલ વિભાગ સમક્ષ વિચારણા હેઠળ નથી.


છેલ્લા કેટલાક સમયથી ટેસ્લા અને ભારત સરકાર વચ્ચે ટેસ્લાના રોકાણને લઈને વાતચીત ચાલી રહી છે. ઇલોન મસ્ક ભારતમાં ટેસ્લાની ફેક્ટરી સ્થાપવા માંગે છે. પરંતુ ટેસ્લાએ આયાતી ઇલેક્ટ્રિક વાહનો પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિની માંગ કરી છે. ભારત સરકાર તેમની માંગને ફગાવી રહી છે. ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપતા પહેલા અહીં કારનું પરીક્ષણ કરવા માંગે છે.






આ પહેલા ગયા વર્ષે લોકસભામાં ભારે ઉદ્યોગ મંત્રાલય વતી પ્રશ્નકાળમાં કહેવામાં આવ્યું હતું કે એવું ન થઈ શકે કે બજાર ભારતનું હોય અને ચીનમાં નોકરીની તકો ઊભી થવી જોઈએ. ત્યારે ભારે ઉદ્યોગ મંત્રાલયે કહ્યું હતું કે ટેસ્લા ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરે તે પછી જ સરકાર કોઈ પણ પ્રકારની ટેક્સ છૂટ પર વિચાર કરશે. સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે સરકાર ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ અને એડવાન્સ કેમેસ્ટ્રી સેલ બેટરી માટે PLI સ્કીમ લઈને આવી છે. આ યોજના સ્થાનિક તેમજ વિદેશી કંપનીઓને લાગુ પડે છે.


નોંધનીય છે કે, ઇલોન મસ્કે પીએમ મોદી સાથે મુલાકાત કર્યા પછી ભારતમાં ટેસ્લાની રોકાણ યોજનાઓ વિશે ટિપ્પણી કરી હતી. જ્યારે પત્રકારોએ તેમને ભારતમાં ટેસ્લાની રોકાણ યોજના વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, "મને ખાતરી છે કે ટેસ્લા ભારત પહોંચશે. મને વિશ્વાસ છે કે ટે જલ્દી જ થશે. આ સાથે મસ્કે એ પણ જણાવ્યું કે તે આવતા વર્ષે ભારતની મુલાકાત લઈ શકે છે.