EPF New Interest Payment Rules: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 7 કરોડ સક્રિય ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. હવે EPF સભ્યોને ક્લેમ સેટલમેન્ટ દરમિયાન તેમના પ્રૉવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવેલા પૈસા પર વધુ વ્યાજ મળશે. EPFO (એમ્પ્લૉઈઝ પ્રૉવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) એ ઈપીએફ ક્લેમ સેટલમેન્ટમાં વ્યાજની ચૂકવણી માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ ઉપરાંત EPFO સબસ્ક્રાઇબર્સના પ્રૉવિડન્ટ ફંડના દાવાઓની પતાવટ પણ ઝડપથી થઈ શકે છે.
EPF ક્લેમ સેટલમેન્ટના નિયમોમાં ફેરફાર
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સેન્ટ્રલ બૉર્ડ ઓફ ટ્રસ્ટીઝે EPF ક્લેમ સેટલમેન્ટ દરમિયાન વ્યાજની ચૂકવણી માટેના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી છે. આ દિશામાં CBT એ EPF સ્કીમ 1952 ના ફકરા 60(2)(b) માં મહત્વપૂર્ણ સુધારાને મંજૂરી આપી છે. ઈપીએફ સ્કીમની હાલની જોગવાઈઓ મુજબ, મહિનાની 24મી તારીખ સુધીના દાવાની પતાવટના દાવાઓ માટે અગાઉના મહિનાના અંત સુધી જ વ્યાજ ચૂકવવાની જોગવાઈ હતી. પરંતુ નવા નિયમો હેઠળ EPF સભ્યોને તેમના ભવિષ્ય નિધિ પર ચૂકવવામાં આવતું વ્યાજ દાવાની પતાવટની તારીખ સુધી ચૂકવવામાં આવશે.
પ્રૉવિડન્ટ ફન્ડ પર હવે વધુ હસે ઇન્ટરેસ્ટ ઇન્કમ
EPFOના આ નિર્ણયથી EPF સભ્યોને તેમના પ્રૉવિડન્ટ ફંડ કૉર્પસ પર વધુ વ્યાજ મળશે અને આ નિર્ણયને કારણે સબસ્ક્રાઈબર્સની ફરિયાદો ઓછી થઈ શકશે. CBTના આ નિર્ણયને કારણે EPF સભ્યોને દાવાની પતાવટની તારીખ સુધી વ્યાજ મળશે. અગાઉ, જો 24મી તારીખ પહેલાં ભંડોળ પાછું ખેંચવામાં આવ્યું હોય, તો તે મહિના પહેલાના મહિના માટે જ વ્યાજ ચૂકવવામાં આવતું હતું. જેના કારણે EPF સભ્યોને વ્યાજની ખોટ સહન કરવી પડી હતી.
આખા મહિના માટે મળશે વ્યાજ
EPF યોજનાના જૂના નિયમ હેઠળ EPF સભ્યોને વ્યાજની ખોટથી બચાવવા માટે વ્યાજની ચૂકવણીના દાવાઓ પર 25મીથી મહિનાની છેલ્લી તારીખ સુધી પ્રક્રિયા કરવામાં આવી ના હતી. પરંતુ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના નવા નિર્ણય પછી આવા દાવાઓ પર આખા મહિના માટે પ્રક્રિયા કરવામાં આવશે, જેનાથી પેન્ડિંગ કેસોની સંખ્યામાં ઘટાડો થશે, સમયસર સમાધાન શક્ય બનશે અને સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે.
2024-25 માં 1.57 લાખ કરોડનો ક્લેમ સેટલમેન્ટ
નાણાકીય વર્ષ 2023-24 સુધી EPFO એ 1.82 લાખ કરોડ રૂપિયાના કુલ 4.45 કરોડ પ્રૉવિડન્ટ ફંડ દાવાઓનું સમાધાન કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 1.57 લાખ કરોડ રૂપિયાના કુલ 3.83 કરોડ EPF દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો