એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તમામ સભ્યો માટે એલર્ટ જારી કરીને કહ્યું કે EPFO ​​ક્યારેય ફોન, ઈ-મેલ અને સોશિયલ મીડિયા દ્વારા કોઈ સભ્યની અંગત માહિતી માંગતું નથી. આ બધા માધ્યમો દ્વારા ક્યારેય કોઈની સાથે કોઈ અંગત માહિતી શેર કરશો નહીં.


સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી


EPFOએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે ફેક કોલ અને મેસેજથી સાવધાન રહો. EPFO ક્યારેય ફોન, ઈ-મેલ અને સોશિયલ મીડિયા દ્વારા સભ્યો પાસેથી કોઈ અંગત માહિતી માંગતું નથી.


આ સાથે EPFOએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે 'સાવધાન રહો, સાવધાન રહો', ક્યારેય પણ તમારા UAN/પાસવર્ડ/PAN/આધાર/બેંક ખાતાની વિગતો/OTP અથવા અન્ય કોઈ વ્યક્તિગત અથવા નાણાકીય વિગતો કોઈની સાથે શેર કરશો નહીં. EPFO અથવા તેના કર્મચારીઓ ક્યારેય મેસેજ, ફોન, ઈ-મેલ, વોટ્સએપ, સોશિયલ મીડિયા પર આ વિગતો પૂછતા નથી.






સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરો


EPFOએ પોસ્ટરમાં કહ્યું છે કે આવી માહિતી માગતા ફેક કોલ/મેસેજથી સાવધ રહો અને જો કોઈ તમને આવી માહિતી માંગે તો તરત જ પોલીસ/સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરો. 



કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં નિવૃત્તિ માટે મોટી રકમ એકઠી કરવામાં આવે છે. જો કે, તમે ઇમરજન્સીની સ્થિતિમાં પણ આ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. આ માટે UAN નંબર અને રજિસ્ટર્ડ નંબરની જરૂર છે. EPF ખાતામાંથી OTP દ્વારા પૈસા ઉપાડવાની છૂટ છે. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વિના તમે અનેક કામ કરવાથી વંચિત રહી શકો છો.


EPF UAN માં નવો મોબાઈલ નંબર ઉમેરવા માટે સૌથી પહેલા તમારે EPFOની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. આ પછી ‘For Employees’ સેક્શન પર ક્લિક કરો. હવે મેમ્બર UAN ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરો. આ પછી તમારે UAN અને પાસવર્ડથી લોગ ઈન કરવું પડશે અને OTP દાખલ કરવો પડશે.


આ પછી તમે મેનેજ ટેબમાં ‘Contact details’ પર જાવ. ત્યારબાદ તમારે વેરિફાઇ અને ચેન્જ મોબાઇલ નંબર પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે આધાર લિંક્ડ મોબાઈલ નંબર એન્ટર કરવો પડશે અને આ નંબર પર મળેલો OTP સબમિટ કરવો પડશે. આ પછી તમારો નવો મોબાઈલ નંબર લિંક થઈ જશે.