દરેક નોકરી કરતા વ્યક્તિના પગારનો એક ભાગ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (Employees Provident Fund) માં જમા કરવામાં આવે છે. નિવૃત્તિ પછી ખાતાધારકને EPFOના ખાતામાં જમા રકમ મળે છે. આ સિવાય જો તમે પેન્શન વિકલ્પ પસંદ કરો છો તો તમને દર મહિને પેન્શનની સુવિધા પણ મળે છે. EPF પેન્શનરે દર વર્ષે એકવાર તેમનું લાઇટ સર્ટિફિકેટ સબમિટ કરાવવું પડે છે.
એવામાં Employees Provident Fundના ખાતાધારકો હવે વર્ષમાં કોઈપણ સમયે તેમનું લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. હવે EPF દ્વારા લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની અંતિમ તારીખ ખત્મ કરી દીધી છે. એકવાર લાઇફ સર્ટિફિકેટ સબમિટ થઈ જાય તે 1 વર્ષ માટે માન્ય રહેશે. આ સાથે ખાતાધારકો ચાર રીતે લાઇફ સર્ટિફિકેટ ઓનલાઈન સબમિટ કરી શકે છે. તો ચાલો આ વિશે જાણકારી મેળવીએ.
EPFOએ ટ્વીટ કરીને માહિતી આપી
EPFOએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ મામલે પેન્શનધારકોને જાણકારી આપી છે. તેના ટ્વિટમાં EPFOએ કહ્યું છે કે EPS'95 પેન્શનર્સ ચાર રીતે તેમનું લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. આમાં EPFO ઓફિસમાં જઈને, પેન્શન મેળવનાર બેંક, ઉમંગ એપ અને કોમન સર્વિસ સેન્ટર (CSC) અને પોસ્ટ ઓફિસ દ્વારા સર્ટિફિકેટ જમા કરાવી શકાશે.
લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે આ દસ્તાવેજો જરૂરી છે
PPO નંબર
આધાર નંબર
બેંક ખાતાની વિગતો
આધાર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર
Rajya Sabha Election: આખરે કેમ કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર થયું સપા, વાંચો ઈનસાઈડ સ્ટોરી
Delhi Liquor Delivery: દેશના આ જાણીતા રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી માટે હજુ જોવી પડશે રાહ, જાણો વિગત