નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ મંગળવારે ઇપીએફ ખાતાધારકોને મોટી રાહત આપી છે. ખરેખરમાં ઇપીએફઓએ આધાર નંબરની સાથે પીએફ એકાઉન્ટ અને યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન)ને લિંક કરવાની સમય સીમાને ત્રણ મહિના ( 1 જૂનથી 1 સપ્ટેમ્બર, 2021) સુધી વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇપીએફઓએ આધાર-યુએએન લિંકિંગની સમય સીમા 1 જૂન નક્કી કરી હતી. 


ઇપીએફઓએ આ સંબંધમાં આદેશ પણ જાહેર કર્યો-
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા જાહેર કરવામાં આવેલા એક આદેશ અનુસાર, સત્યાપિત યુએએનની સાથે ઇલેક્ટ્રનિક ચલણ કે પીએફ રિટર્સની રસીદ દાખલ કરવાની સમયસીમા 1 સપ્ટેમ્બર, 2021 સુધી વધારી દેવામાં આવી છે. આનાથી નિયોક્તાઓને પોતાના કર્મચારીઓના આધાર નંબરને પીએફ ખાતા કે યુએએન સાથે જોડવા માટે વધુ સમય મળશે. 


EPFOએ શ્રમ મંત્રાલયની અધિસૂચના બાદ આધારને અનિવાર્ય બનાવ્યુ- 
EPFOએ 1 જૂનને ફિલ્ડ સ્ટાફ માટે કાર્યાલય આદેશ જાહેર કરતા કહ્યું હતુ કે ઇસીઆરને ફક્ત તે સભ્યો માટે દાખલ કરવાની અનુમતિ આપવામાં આવશે, જેના આધાર નંબર 1 જૂન, 2021 થી યુએએનની સાથે જોડાયેલા અને સત્યાપિત છે. ઇપીએફઓએ આ સંબંધમાં શ્રમ મંત્રાલયની અધિસૂચના બાદ આધારને અનિવાર્ય બનાવવાનો ફેંસલો કર્યો. ખરેખરમાં શ્રમ મંત્રાલય દ્વારા 3 મેએ એક અધિસૂચના જાહેર કરવામા આવી હતી, જેમાં મંત્રાલય અને તેના અંતર્ગત કામ કરનારા નિકાયોને સામાજિક સુરક્ષા સંહિતા અંતર્ગત લાભાર્થીઓથી આધાર સંખ્યા પ્રાપ્ત કરવી અનિવાર્ય કરવામાં આવી હતી. 


ઉલ્લેખનીય છે કે, સોશ્યલ સિક્યૂરિટી કૉડ 2022એ લાગુ થયા બાદ આ સેક્શન 142ના અંડર PF UAN અને આધાર કાર્ડનુ લિંક હોવુ જરૂરી છે. 


EPF એકાઉન્ટને આધાર સાથે આ રીતે કરો લિંક- 









EPFOની વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ. 
UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને પોતાના એકાઉન્ટમાં લૉગ ઇન કરો. 
"Manage” સેક્શનમાં KYC ઓપ્શન પર ક્લિક કરવુ પડશે. 
જે પેજ ખુલે છે, જ્યાં ત્યાં તમે તમારા EPF એકાઉન્ટની સાથે જોડવા માટે કેટલાય ડૉક્યૂમેન્ટ્સ જોઇ શકો છો. 
આધાર ઓપ્શનને સિલેક્ટ કરો, અને પોતાનો આધાર નંબર અને આધાર કાર્ડ પર લખેલુ પોતાના નામને ટાઇપ કરીને Service પર ક્લિક કરો. 
તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી સુરક્ષિત થઇ જશે, તમારુ આધાર યુઆઇઇડીએઆઇના ડેટા સાથે વેરિફાઇ કરવામાં આવશે. 
તમારા KYC ડૉક્યૂમેન્ટ યોગ્ય હોવા પર તમારુ આધાર તમારા EPF ખાતા સાથે જોડાઇ જશે, અને તમને તમારી આધાર જાણકારી સામે “Verify” લખેલુ મળશે.