EPFO : એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના સભ્યો હવે મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન મેળવે છે. જો કોઈ પણ પ્રકારની માહિતી હોય તો તે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવે છે. EPFO સંબંધિત તમામ કામ વેબસાઇટ અથવા ઉમંગ એપ દ્વારા કરવામાં આવે છે. પરંતુ EPFO સંબંધિત કોઈપણ કામ કરવા માટે તમારા PF એકાઉન્ટમાં નોંધાયેલ મોબાઇલ નંબરનું એક્ટિવ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે EPFO આ નંબર પર OTP મોકલે છે.
OTP ભર્યા બાદ જ આગળની પ્રક્રિયા કરી શકાશે. EPFO તરફથી કોઈપણ પ્રકારની માહિતી ફક્ત રજિસ્ટર્ડ નંબર પર SMS દ્વારા આવે છે. પરંતુ જો તમારો રજિસ્ટર્ડ નંબર હવે એક્ટિવ નથી અને તમે તેના બદલે નવો નંબર અપડેટ કરવા માંગો છો, તો તમે આ કામ ઘરે બેઠા સરળતાથી કરી શકો છો. તેની સરળ રીત અહીં જાણો.
આ રીતે નવો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો
સૌથી પહેલા તમારા લેપટોપ અથવા મોબાઈલ પર UAN પોર્ટલ ખોલો. તેની લિંક છે- https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ આ પછી, તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગ ઇન કરો.
આ પછી તમારી સામે એક પેઈજ ખુલશે. આ પેઈજ પર, ટોચના બારમાં હાજર મેનેજ ટૂલ ટેબ પર ક્લિક કરો અને સંપર્ક વિગતો પર જાઓ.
આ પછી ચેક મોબાઈલ નંબર ઓપ્શન પર ક્લિક કરો. એક નવુ ટેબ તમારી સામે ખુલશે. અહીં તમારે તમારો નવો મોબાઈલ નંબર બે વાર દાખલ કરવો પડશે.
હવે 'ગેટ ઓથોરાઈઝેશન પિન' પર ક્લિક કરો. તેના પર ક્લિક કરતાની સાથે જ તમને નવો નંબર દેખાવા લાગશે. તમને આ નંબર પર 4 અંકનો પિન મળશે. પેજ પર હાજર ખાલી બોક્સમાં આ PIN ભરો અને નીચે Save Changes પર ક્લિક કરો.
આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારો મોબાઇલ નંબર UAN પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે. આ પછી, તમને EPFO તરફથી નવો નંબર અપડેટ કરવા અંગેનો મેસેજ પણ મળશે.
પીએફ ખાતાની કોઈ માહિતી ખોટી છે કે નહીં. જો સરનેમ , જન્મ તારીખ અથવા અન્ય કોઈપણ માહિતી ખોટી હોય તો તમે તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં સુધારી શકો છો.
કર્મચારી પહેલા વિગતો સુધારવા માટે અરજી સબમિટ કરે છે અને પછી આ અરજી એમ્પ્લોયર દ્વારા મંજૂર કરવામાં આવે છે. આ પછી EPFO અધિકારી વિનંતીમાં કરવામાં આવેલા સુધારા/ફેરફારોની ચકાસણી કરે છે અને એકાઉન્ટને અપડેટ કરે છે.