EPFO: જો તમે ખાનગી કંપનીના કર્મચારી છો, તો તમારે PF ઓફિસના નિયમિત સંપર્કમાં રહેવું જોઈએ. નવા વર્ષમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO તમારા હિતમાં તેના નિયમોમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે. તે તમને કેટલીક એવી સુવિધાઓ આપવા જઈ રહી છે, જેને જાણીને તમે ખુશ થઈ જશો. આ ફેરફારોનો હેતુ પીએફ ખાતાધારકોને તેમના પેન્શન ફંડનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તો આવો જાણીએ નવા વર્ષમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન શું શું ફેરફાર કરવા જઈ રહી છે.
ATMમાંથી પૈસા ઉપાડી શકો છો
પીએફ નિયમોમાં નવા ફેરફારો હેઠળ, કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમની પેન્શનની રકમ માટે ઘણા દિવસો સુધી રાહ જોવી પડશે નહીં. EPFO તમામ ખાતાધારકોને ATM કાર્ડ આપવા જઈ રહ્યું છે. જેમ તમે એટીએમ કાર્ડની મદદથી બેંકમાંથી પૈસા ઉપાડો છો, તેવી જ રીતે તમે એટીએમ કાર્ડની મદદથી કોઈપણ એટીએમમાં જઈને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકશો. આ સુવિધા 2025માં કાર્યરત થઈ જશે.
તમે દર મહિને પીએફ ખાતામાં 15 હજાર રૂપિયાથી વધુ જમા કરાવી શકો છો
હાલમાં, કર્મચારીઓ તેમના મૂળ પગારના 12 ટકા પીએફ ખાતામાં ફાળો આપે છે. પરંતુ હાલમાં નિયમ છે કે પીએફ ખાતામાં જમા રકમ દર મહિને 15 હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. પરંતુ નવા ફેરફાર હેઠળ આ મહત્તમ મર્યાદા દૂર કરવામાં આવી છે. સરકાર કર્મચારીઓના મૂળ પગારના બદલે વાસ્તવિક પગારના આધારે પીએફમાં યોગદાન નક્કી કરવા જઈ રહી છે. તેના અમલ પછી, કર્મચારીઓ નિવૃત્તિના સમય સુધીમાં મોટી રકમ જમા કરી શકશે. બદલામાં તેમને વધુ પેન્શન પણ મળી શકે છે.
EPFO તેના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરશે
EPFO તેના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અપગ્રેડ કરવા જઈ રહ્યું છે. આ પછી, મોટાભાગના કામ માનવ હસ્તક્ષેપ વિના ઑનલાઇન શક્ય બનશે. આ પછી, ખાતાધારકોના દાવાઓનો ઝડપથી નિકાલ થશે.
ઈક્વિટીમાં રોકાણ કરી શકશે
ઈપીએફઓ ઈક્વિટીમાં રોકાણ કરવાની કેટલીક નવી શક્યતાઓ પર પણ વિચાર કરી રહી છે. તે પછી, પીએફ ખાતા ધારકો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ સિવાય ઇક્વિટીમાં પણ રોકાણ કરી શકે છે.
આ પણ વાંચો...