EPFO તેના ગ્રાહકોને ઘણા ફાયદા આપે છે પરંતુ ત અંગે ઘણા લોકોને જાણકારી નથી હોતી. જો તમે પણ ઈપીએફઓ સબસ્ક્રાઇબર્સ છો તો તમારે પણ આ યોજના અંગે જાણવું જોઈએ. આવી જ એક યોજના loyalty-cum-life-benefit સ્કીમ છે. જે ઈપીએફઓ એકાઉન્ટ પર 50 હજાર રૂપિયા સુધીનો ફ્રી લાભ આપે છે.


ક્યારે મળે છે આ સ્કીમનો લાભ


લોયલ્ટી કમ લાઇફ બેનિફિટ સ્કીમ અંતર્ગત કર્મચારીઓને નોકરી બદલ્યા બાદ પણ એક જ ઈપીએફ એકાઉન્ટમાં રોકાણ કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે. આ કારણે તેઓ રિટાયરમેંટ સુધી આ સ્કીમનો લાભ લઈ શકશે. આ યોજના અંતર્ગત જો કોઈ કર્મચારી 20 વર્ષ સુધી સતત એક જ ઈપીએફ એકાઉન્ટમાં રોકાણ કરે છે તો તેને ફ્રીમાં 50 હજાર રૂપિયા આપવામાં આવે છે. જોકે અનેક કર્મચારીઓ આ યોજનાઓ અંગે જાણતા નથી હોતા, જેના કારણે લાભ નથી લઈ શકતા.


કોને મળે છે કેટલો લાભ


આ સ્કીમ અંતર્ગત 58 કે 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થતાં સભ્યોને લાભ આપવામાં આવે છે. જે ઈપીએફ સભ્યોનું મૂળ સરેરાશ વેતન 5000 રૂપિયા હોય અને 20 વર્ષ સુધી ઈપીએફ એકાઉન્ટમાં રોકામ કરે તો તેમને આ યોજના અંતર્ગત 30,000 રૂપિયા આપવામાં આવે છે. આ રીતે 5,000-10,000 રૂપિયાનું વેતન મેળવતાં સભ્યોને 40,000 રૂપિયાનો લાભ થશે. 10,000 રૂપિયાથી વધારે માસિક વેતન મેળવતાં સભ્યોને આ યોજના અંતર્ગત 50,000 રૂપિયા મળશે.


ક્યારે અને કેવી રીતે મળશે યોજનાનો લાભ


આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે  ઈપીએફ એકાઉન્ટ હોવું જોઈએ. આ એકાઉન્ટમાં તમે સતત 20 વર્ષ સુધી રોકાણ કર્યુ હોય અને આ સમયગાળા દરમિયાન ક્યારેય રૂપિયા ઉપાડ્યા ન હોય તો આ એકાઉન્ટમાં તમારી લોયલ્ટી બને છે અને યોજનાનો લાભ મળે છે.


આ પણ વાંચોઃ કોરોના વેક્સિનની બ્લૂપ્રિંટ ચોરવા આ દેશે મોકલ્યો હતો જાસૂસ, ખુલાસા બાદ ખળભળાટ


પતિએ પત્નીને કોબ્રાનો ડંખ મરાવીને મારી નાંખી, જાણો કઈ રીતે થયો ઘટનાનો પર્દાફાશ