નવી દિલ્હીઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્કના ફ્રોડ મામલામાં મુંબઇ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વાસ્તવમાં મુંબઇ પોલીસ તરફથી બેન્કના સસ્પેન્ડ કરાયેલા મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસની ધરપકડ કરી છે. પોલીસે આ કાર્યવાહી બેન્કમાં 4355 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે કરી છે.


ન્યૂઝ એજન્સી પીટીઆઇએ કહ્યું કે, ઇડીએ મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્ધારા દાખલ કરાયેલી એફઆઇઆરને ધ્યાનમાં લેતા મુંબઇ અને આસપાસના છ ઠેકાણાઓ પર શુક્રવારે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ જોય થોમસની ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, થોમસની પૂછપરછ માટે ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લઇ જવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

પીએમસી બેન્કમા ફ્રોડ મામલામાં મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગની આ સતત ત્રીજી મોટી કાર્યવાહી છે. આ અગાઉ ગુરુવારે પ્રાઇવેટ કંપની એચડીઆઇએલના નિર્દેશક રાકેશ વધાવન અને તેમના દીકરા સારંગ વધાવનની આ મામલે અટકાયત કરાઇ હતી.