પેટીએમએ ક્રેકર ડીલ્સ Cracker Deals કેટેગરી પણ શરૂ કરી છે. પેટીએમ ક્રેકર ડીલ્સ હેઠળ, કેટલાક ફોનની કિંમત 2 ઑક્ટોબરથી 6 ઑક્ટોબર સુધી દરરોજ સાંજે 6 થી 8 સુધી ઘટાડવામાં આવશે. જો કે યૂઝર્સને કેશબેક દ્વારા લાભ મળશે.
એટલે કે, ફોન ખરીદતી વખતે ગ્રાહકોને સંપૂર્ણ કિંમત ચૂકવવી પડે છે, ત્યારબાદ તમને પેટીએમ ઍકાઉન્ટમાં કેશબેક દ્વારા ઑફરની કિંમત મળશે.
આ સિવાય સેલ દરમિયાન એચડીએફસી બૅન્કના ડૅબિટ અને ક્રેડિટ કાર્ડ યૂઝર્સને 5000 રૂપિયાથી વધુની ખરીદી પર 10% નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઑફર ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન પર પણ ઉપલબ્ધ છે.
મોબાઈલ સેલમાં સેમસંગ, વીવો, શિયોમી એમઆઇ, ઓપ્પો, એપલ જેવા બ્રાન્ડના ફોન પર જંગી છૂટ આપવામાં આવી રહી છે. ગ્રાહકો 10,000 રૂપિયા સુધીનું કેશબૅક અને સ્માર્ટફોનની ખરીદી પર 17,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ મેળવી શકે છે.