નવી દિલ્હીઃ મોદી સરકારે (Modi Government) 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ (Demonetization) કર્યાને ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર એક લેટર વાયરલ થયો છે. જેમાં આરબીઆઈના (RBI) નામનો ઉપયોગ કરીને વિદેશી નાગરિકો (foreign citizens) 500 અને 1000 રૂપિયાની નોટ બદલાવાની (Indian demonetized currency notes) સમય મર્યાદા વધારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકના (Reserve Bank of India) નામથી જાહેર કરવામાં આવેલા ફેક આદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિદેશી નાગરિકો માટે બંધ થઈ ગયેલી નોટોને બદલવાની સુવિધાને લંબાવવામાં આવી છે.
જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે આ અંગે ટ્વીટ કરીને લખ્યું, વિદેશી નાગરિકો માટે પણ જૂની ચલણી નોટો બદલવાની સમય મર્યાદા 2017માં જ પૂરી થઈ ગઈ છે. આરબીઆઈના નામથી જાહેર કરવામાં આવેલો આદેશ પૂરી રીતે ફેક છે. 500 અને 1000 રૂપિયાની બંધ થઈ ગયેલી નોટને બદલવાને લઈ આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.
સોશિયલ મીડિયા પર જૂની નોટોને લઈ વારંવાર આરબીઆઈનું નામ લઈને જૂનો લેટર શેર કરવામાં આવે છે. પહેલા પણ 5,10, 100 રૂપિયાની જૂની નોટોને લઈ અફવા ફેલાવવામાં આવી હતી કે આ નોટ એપ્રિલ 2021 બાદ ચલણમાં નહીં રહે. જોકો આરબીઆઈ તરફથી ન તો આવો કોઈ આદેશ આપવામાં આવ્યો છે કે ન તો કોઇ પરિપત્ર જાહેર કરાયો છે.
સરકારને લગતી ભ્રામક ખબરોનું કોણ કરે છે ખંડન
સરકારને લગતી કોઈ પણ ભ્રામક ખબરોની સત્યતા ચકાસવાનું કામ પીઆઈબી ફેક્ટ ચેક કરે છે. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.