વિશ્વની સૌથી મોટી રિટેલ કંપની walmartની માલિકી ધરાવતી કંપની Flipkart  IPO દ્વારા એક અબજ ડોલર એટલે કે 73,000 કરોડ રૂપિયા મેળવવાની યોજના બનાવી રહી છે. જોકે કંપનીનો IPO ભારતમાં નહીં પણ અમેરિકામાં લોન્ચ થશે. કંપની અમેરિકન સ્ટોક માર્કેટમાં લિસ્ટ થનારા આ IPO ચાલુ નાણાંકીય વર્ષ 2021-22ના અંતિમ ક્વાર્ટરમાં લોન્ચ કરી શકે છે. જો Flipkart  અમેરિકાના બજારમાં પોતાનો IPO લિસ્ટ કરાવવામાં સફળ રહેશો તો આ કોઈપણ વિદેશી બજારમાં કોઈપણ ભારતીય કંપનીનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ હશે.


અમેરિકન માર્કેટમાં લોન્ચ થશે IPO


Flipkart નો IPO લોન્ચ કરવા માટે બનાવવમાં આવેલ walmartની ઇન્ટરનલ ટીમ તેની સમગ્ર રણનીતિન નક્કી કરશે. આ પહેલા walmart એસપીએસી રૂટ દ્વારા Flipkart ને અમેરિકન શેર માર્કેટમાં લોન્ચ કરવા માગતી હતી. એસપીએસી રૂટ દ્વારા કંપનીઓને લિસ્ટ કરાવવામાં વધારે તપાસનો સામનો કરવો નથી પડતો. ફ્લિપકાર્ટે તેના માટે ગોલ્ડમેન સાસની નિમણૂંક કરી હતી. આ જ કંપની અમેરિકન માર્કેટમાં Flipkart નો IPO સાથે જોડાયેલ કામકાજ જોશે.


Flipkart માં walmartની 82 ટકા હિસ્સેદારી


ત્રણ વર્ષ પહેલા વોલમાર્ટે Flipkart માં 77 ટકા હિસ્સેદારી 16 અબજ ડોલરમાં ખરીદી હતી. ત્યાર બાદ તેણે તેમાં પોતાની હિસ્સેદારી વધારીને 82 ટકા કરી લીધી હતી. જુલાઈ 2020માં ફ્લિપકાર્ટે walmart ઇન્ડિયાનું સંપાદન કર્યું અને એક ડિજિટલ B2B શોપિંગ પ્લેટફોર્મ Flipkart  હોલસેલ લોન્ચ કર્યું. ફ્લિપકાર્ટે કહ્યું કે, IPO લોન્ચ કરવો એ હંમેથી કંપનીની લાંબાગાળીની રણનીતિનો એક ભાગ હતો. ભારતીય માર્કેટમાં Flipkart ની એણેઝોન અને રિલાયન્સ રિટેલ સાથે જોરદાર ટક્કર છે. આ જ કારણ છે કે તે પોતાની રણનીતિન પર મજબૂત રીતે આગળ વધી રહી છે.


Forbes India Rich List: આ છે દેશના 10 સૌથી ધનાઢ્ય વ્યક્તિ, એક જ વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિ પાંચ ગણી વધી


Gold-Silver Rates Today: સોના-ચાંદીમાં આજે ભરી ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ


Airtel અને Jio વચ્ચે નવી નવી દોસ્તી, જાણો બન્ને વચ્ચે શું થઈ ડીલ