PIB Fact Check of Free Laptop Scheme:  સરકાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લઈને આવતી રહે છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતો - મહિલાઓ, વિદ્યાર્થીઓ વગેરેને વિવિધ પ્રકારની સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. સરકાર દેશમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિ યોજનાઓ અને મફત લેપટોપ યોજનાઓ લોન્ચ કરતી રહે છે. આ તમામ યોજનાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા શરૂ કરવામાં આવે છે.


ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોએ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓને મફત લેપટોપ વહેંચવાનો નિર્ણય કર્યો છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત સરકાર  વિદ્યાર્થીઓને મફત લેપટોપ વહેંચી રહી છે. તો ચાલો અમે તમને આ મેસેજ અને તેના સત્ય વિશે જણાવીએ.


પીઆઈબીએ ટ્વીટ કરીને આપી માહિતી


પીઆઈબી ફેક્ટ ચેક  ઘણા વાયરલ મેસેજની સત્યતા ચકાસે છે. આ દ્વારા મેસેજ સાચો છે કે નકલી તેની ખબર પડે છે. પીઆઈબીએ ફેક્ટ-ચેક કરીને પોતાના ટ્વિટર હેન્ડલમાં આ મેસેજમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણી હતી.વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપની સુવિધા આપી રહી છે. આ સિવાય વાયરલ મેસેજમાં એક લિંક મોકલવામાં આવી છે, જેના પર ક્લિક કરીને તમે આ ફ્રી લેપટોપની સુવિધા મેળવી શકો છો.




શું છે વાયરલ મેસેજનું સત્ય?


પીઆઈબી ફેક્ટ ચેક ટીમે આ વાયરલ મેસેજની હકીકત જણાવી છે. ફેક્ટ ચેકમાં સામે આવ્યું છે કે ભારત સરકાર આવી કોઈ સ્કીમ નથી ચલાવી રહી. આવા ફેક મેસેજ પર મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરશો નહી. આ લિંક પર ક્લિક કરીને અને તમારી વ્યક્તિગત માહિતી અને બેંકની વિગતોને આપીને સાયબર ક્રાઇમનો ભોગ બની શકો છો. આવી સ્થિતિમાં આવા સંદેશને અવગણો અને તેને કાઢી નાખો. આવા મેસેજ બીજાને પણ ફોરવર્ડ કરવાનું ટાળો.


પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.