Sukanya Samriddhi Yojana: પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, માતા-પિતા તેમની પુત્રીના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં રોકાણ કરીને, માતા-પિતા તેમની પુત્રીના ભણતરથી લઈને તેના લગ્નની ચિંતાથી મુક્ત થઈ શકે છે કારણ કે આ ખાતામાં નાણાં ઝડપથી વધે છે.


સુકન્યા સમૃદ્ધિ યોજનાની ખાસ શરતો 
બાળકીનું ખાતું ખોલાવવા માટે તેની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. સરકાર SSYમાં  જમા રકમ પર 7.6 ટકા વ્યાજ આપે છે. જ્યારે બાળકી 21 વર્ષની થાય ત્યારે તમે આ સ્કીમના પૈસા ઉપાડી શકો છો. આ યોજનામાં  એકાઉન્ટ ઓછામાં ઓછા 15 વર્ષ સુધી ચલાવવાનું રહેશે.


કેટલા રૂપિયામાં ખાતું ખોલાવી શકાય છે?
સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું રૂ.250ની રકમથી ખોલાવી શકાય છે. આમાં દર મહિને 250 રૂપિયાથી 1.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય છે. આ સાથે, બાળકી 18 વર્ષ પૂર્ણ કર્યા પછી, તમે તેના અભ્યાસ માટે કુલ રકમના 50 ટકા સુધી ઉપાડી શકો છો. આ સાથે, બાળકી 21 વર્ષની થાય પછી, તમે વ્યાજ સાથે આખી રકમ ઉપાડી શકો છો.




સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ઓનલાઈન પેમેન્ટ કરો
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એપ દ્વારા ઘરે બેસીને ઓનલાઈન પેમેન્ટ કરો.


1.સૌ પ્રથમ તમે તમારા બેંક ખાતામાંથી IPPB ખાતામાં પૈસા ઉમેરો.


2.DOP પ્રોડક્ટ્સ પર જાઓ અને ત્યાં સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટનો વિકલ્પ પસંદ કરો.


3.તમારો એકાઉન્ટ નંબર અને DOP ગ્રાહક ID દાખલ કરો.
આમાં તમારી રકમ પસંદ કરો.


4.આ પછી પેમેન્ટ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે.