નવી દિલ્હીઃ હાલ સોશિયલ મીડિયા પર પીએમ વૈભવ લક્ષ્મી યોજનાને લઈ એક મેસેજ વાયરલ થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વૈભવ લક્ષ્મી યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તમામ મહિલાઓને 4 લાખ રૂપિયા સુધીને વેપાર લોન આપી રહી છે. સરકારે વાયરલ મેસેજને લઈ સ્પષ્ટતા કરતા કહ્યું કે, આવી કોઈ યોજના શરૂ કરવામાં આવી નથી. આવા મેસેજ મોકલીને તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી શકે છે.

વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે, વૈભવ લક્ષ્મી યોજના ખુદનો વ્યવસાય, સ્વરોજગાર વગેરે શરૂ કરીને આત્મનિર્ભર બનવા માંગતી હોય તેવી મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે. વૈભવ લક્ષ્મી યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર વેપાર કરવા ઈચ્છતી મહિલાને 4 લાખ રૂપિયા સુધીની લોન આપશે. દેશની ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને સરકાર દ્વારા લાભ આપવામાં આવશે.

પીઆઈબી ફેક્ટ ચેકમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકારન આવી કોઈ યોજના નથી.



કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ