Fact Check: શું ભારતીય રેલવેનું સંપૂર્ણ ખાનગીકરણ થશે અને માસિક પાસ તથા વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ થશે બંધ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Dec 2020 01:02 PM (IST)
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે.
(ફાઈલ તસવીર)
NEXT PREV
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ ઘટના કે પોસ્ટ વાયરલ થતી હોય છે. જોકે તેમાંની ઘણી ફેક પણ હોય છે. આવી જ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે ભારતીય રેલવેનું સંપૂર્ણ ખાનગીકરણ થશે. માસિક પાસ તથા વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ પણ બંધ કરાશે. પીઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો બોગસ હોવાનું જણાયું છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રેલવેનું પૂરી રીતે ખાનગીકરણ કરાશે અને સાથે જે માસિક પાસ તથા વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ જેવી સુવિધાઓ સમાપ્ત કરી દેવામાં આવશે. પીઆઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો ફેક છે. કેન્દ્ર સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.