ભારે પવન થી કેરીઓ ખરી પડતા તલાલાના ખેડૂતોને 25 કરોડનું નુકસાન થવાની આશંકા છે તા ઉ તે વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રમાં કેરીના પાકમાં ભારે નુકસાન થયું છે ત્યારે હવે કેરી અમદાવાદના ફ્રુટ માર્કેટમાં પહેલા કરતા સસ્તા ભાવે વેચાઈ રહી છે.


હવે કેરી અમદાવાદના ફ્રુટ માર્કેટમાં પહેલા કરતા સસ્તા ભાવે વેચાઈ રહી છે પાક ખરી પડતા વેપારીઓએ જે બોક્સ પહેલા હોલસેલ નો ભાવ 600 રૂપિયા માં આપતા હતા એ જ બોક્સ હવે માર્કેટમાં 350 રૂપિયા વહેંચી રહ્યા છે ત્યારે ખેડૂતો પણ વેપારીઓને 300 રૂ. બોક્સ આપી રહ્યા છે. વેપારીઓ પણ ૧૦ ટકા કમિશન રાખીને રિટેલ વેપારીઓએ આપી રહ્યા છે કેસર કેરી જલ્દીથી બગડી જવાનાં કારણે વેપારીઓ તેનો નિકાલ ઝડપથી કરી રહ્યા છે


જોકે આ વર્ષે આઠ લાખ મેટ્રિક ટન કેસર કેરીનું ઉત્પાદન થયું હતું જેમાં હાલ માત્ર ૩૫ ટકા પાક જ લેવાય હતો અને બાકીનો ૬૫ ટકા પાક આંબાપર હતો પરંતુ ત્રાટકેલા વાવાઝોડા ના કારણે આંબાના અનેક ઝાડ પડી ગયા.


જ્યારે આંબાના મોટાભાગના ઝાડ પરથી ભારે પવનના કારણે કેરી ખરી પડી છે એમ એક અંદાજ મુજબ કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને અને ઇજારદારોને ૨૫ કરોડથી વધુનું નુક્સાન થવાનું અનુમાન છે.


જોકે એક મહિના બાદ આવનારી કચ્છ કેસર માર્કેટમાં મોંઘી વેચવાની અનુમાન પણ વેપારીઓ લગાવી રહ્યા છે કારણ કે દર વખતે કચ્છની કેસર ના ભાવ ૭૦૦ રૂપિયા હોય છે પરંતુ આ વર્ષે હજાર રૂપિયામાં કચ્છની કેસર વેચાય શકે છે


વાવાઝોડાને લઈને આ વખતે ખેડૂતોને એક વર્ષનું નુકસાન નહીં પરંતુ આગામી પાંચ વર્ષ નું નુકસાન થયું છે કારણ કે આ વાવાઝોડાએ અનેક આંબાઓ ને જળ મૂળ માંથી જ ઉડાડી દીધા છે એટલે ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન એક વર્ષ નહીં પરંતુ પાંચ વર્ષ સુધી રહેશે.