નવી દિલ્હીઃ રૂપિયાને જ વૃદ્ધાવસ્થાનો સહારો ગણવામાં આવે છે. એવામાં દરેક વ્યક્તિની ઇચ્છા હોય કે તેના જવાનીના દિવસોની કમાણીના રૂપિયા સુરક્ષિત રીતે રોકાણ કરે અને તેને મહત્ત્વપૂર્ણ કામમાં લગાવે. લોકોમાં બચત માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખૂબ જ પ્રચલિત છે અને તેને સારો વિકલ્પ ગણવામાં આવે છ. લોકો FDમાં જ રૂપિયા લગાવવા માગે છે કારણ તે તેને સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે. જોકે FD માટે લોકો અલગ અલગ બેંકમાં ખાતું ખોલાવતા હોય છે તો કેટલાક લોકો પોસ્ટ ઓફિસમાં રોકાણ કરે છે.


એવામાં એ જાણવું જરૂરી છે કે ક્યાં રૂપિયાનું રોકાણ કરવાથી વધારે વ્યાજ પણ મળે અને વધારે સુરક્ષિત પણ હોય. તો અમે તમને આજે કઈ બેંકમાં FD કરાવવાથી કેટલું વ્યાજ મળે છે અને પોસ્ટ ઓફિસમાં FD કરાવવા પર કેટલું વ્યાજ મળે છે.


સરકારી બેંકમાં FDના રેટ


સૌથી પહેલા આપણે જો સરાકરી બેંક એટલે કે એસબીઆઈ (SBI)ની વાત કરીએ તો અહીં તમે FD કરાવશો તો તમે 4.4 ટકાના દરે વ્યાજ મળશે અને પીએનબી (PNB)માં FD કરાવશો તો 5.20 ટકાના દરે વ્યાજ મળશે. જ્યારે કેનેરા બેમકમાં FD પર 5.20 ટકા વ્યાજ મળશે.


પ્રાઈવેટ બેંકમાં FDના રેટ


જો પ્રાઈવેટ બેંકની વાત કરીએ તો એચડીએફસી (HDFC) બેંકમાં 4.9 ટકા વ્યાજ મળે છે, જ્યારે એક્સિસ (Axis) બેંકમાં 5.15 ટકા વ્યાજ મળે છે જ્યારે આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકની વાત કરીએ તો આ બેંક FD પર 4.9 ટકા વ્યાજ આપે છે.


પોસ્ટ  ઓફિસમાં FDના રેટ


જો કોઈ પણ વ્યક્તિ પોસ્ટ ઓફિસ (Post Office)માં FD કરાવે તો તેને 5.50 ટકાના દરે વ્યાજ મળે છે. ઉપર આપવામાં આવેલ તમામ વ્યાજ દરના આંકડા એક વર્ષ માટેની FDના છે. એવામાં જો તમે FD કરાવવા માગો છો તો તમામ નિયમ અને કાયદા સંબંધિત ઓફિસ જઈને જાણકારી મેળવી શકો છો. ઉપર આવેલ વ્યાજ દરમાં સમયે સમયે ફેરફાર થતા રહે છે.