નવી દિલ્હી: આર્થિક મંદીને લઈ વિપક્ષ સતત મોદી સરકાર પર સવાલો ઉઠાવી રહ્યું છે. તેની વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પત્રકાર પરિષદને સંબોંધતી વખતે કહ્યું કે અમારું ફોકસ હોમ બાયર્સ, એક્સપોર્ટ અને ટેક્સ રિફોર્મ પર છે. સીતારમણે કહ્યું દેશમાં મોંઘવારી કાબુમાં છે, હાલમાં આ દર 4 ટકાનો છે.

નાણામંત્રીએ કહ્યું કે નાના ડિફોલ્ટમાં હવે અપરાધિક કેસ ચાલશે નહીં. 25 લાખ રૂપિયા સુધીના ટેક્સ ડિફોલ્ટર્સ પર કાર્યવાહી માટે સિનિયર અધિકારીઓની મંજૂરી જરૂરી છે.

સીતારમણે જણાવ્યું કે 45 લાખ રૂપિયા સુધીના મકાન ખરીદવા પર ટેક્સમાં છૂટના નિર્ણયનો ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરને મળશે. અફોર્ડેબલ હાઉંસિંગને વેગ આપવા માટે 1.5 લાખ રૂપિયાની વધારાની છૂટ મળશે. 45 લાખ સુધીના મકાન ખરીદવા પર છૂટ મળશે જે માર્ચ 2020 સુધી લાગુ રહેશે.

- દશેરાથી ઇનકમ ટેક્સમાં ઈ-એસેસમેન્ટ સ્કિમ શરૂ કરવામાં આવશે. એસેસમેન્ટમાં કોઈ પણ વ્યક્તિની દખલ નહીં રહે. આ સંપૂર્ણપણે ઑટોમેટિક હશે.

- એક્સપોર્ટ માટે નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2020થી મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ ફોર્મ ઇન્ડિયન સ્કીમ એટલે કે એમઈઆઈએસની જગ્યાએ નવી સ્કીમ આરઓડીટીઈપીને (RoDTEP) લોન્ચ કરવામાં આવી છે. આ નવી સ્કીમથી સરકાર પર 50 હજાર કરોડ રૂપિયાનો ભાર વધશે. એક્સપોર્ટમાં ઇ રિફંડ જલ્દી જ લાગુ થશે.

- નાણામંત્રીએ કહ્યું કે દેશમાં એક્સપોર્ટને વેગ મળે તે માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી 37થી 62 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે.

- એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે માર્ચમાં ચાર મેગા ફેસ્ટિવલનું આયોજન કરાશે. દેશની તમામ પોર્ટ પર મેન્યુઅલ ક્લિયરેન્સ ડિસેમ્બર 2019 થી ખતમ થઈ જશે. સીતરમણ અનુસાર બૅન્કોનો ક્રેડિટ આઉટફ્લો વધ્યો છે. ક્રેડિટ ગેરંટી સ્કિમનો લાભ 7 NBFCsને મળ્યો છે.