Union Budget 2022: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત કરી છે. . આ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ NPSમાં યોગદાન પર ટેક્સમાં છૂટ મળશે.


નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન યોજનામાં યોગદાન પર 14% સુધીની કર રાહત મળે છે, જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને 10% મળે છે. તેમાં ફેરફાર કરીને રાજ્ય સરકારને 14% ટેક્સ રાહત આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ NPSમાં યોગદાન પર ટેક્સમાં છૂટ મળશે.


પોસ્ટઓફિસમાં પણ થશે હવે ઓનલાઇન ટ્રાન્ઝિકશન,ATMની સુવિધા પણ અપાશે


નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે.તેમણે પોસ્ટઓફિસની સેવાને વધુ અધતન બનવા માટે ખાસ મોટી જાહેરાત કરી છે.


પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ટ્રાન્સફર પણ શક્ય બનશે અને પોસ્ટ ઓફિસ કોર બેંકિંગ સેવા હેઠળ આવશે. 75 જિલ્લામાં ડિજિટલ બેંકિંગ શરૂ કરવામાં આવશે. 2022થી પોસ્ટ ઓફિસમાં ડિજિટલ બેંકિંગ પર કામ કરવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં ATMની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.


ઉપરાંત બજેટમાં વિદેશ જનાર માટે પણ મોટી જાહેરાત કરાઇ છે. 2022-23થી જ ચિપવાળા ઇ-પાસપોર્ટ અપાશે. તેમણે રેલવે માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષમાં 300 નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે.


300 નવી ટ્રેન શરૂ કરાશે


નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે, આપણે આઝાદીના 75માં વર્ષમાં છીએ. આ બજેટમાં આગામી 25 વર્ષ માટેની બ્લુ પ્રિન્ટ છે. આ દરમિયાન તેમણે રેલવે માટે એક મોટી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે અમે 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો દોડાવાની જાહેરાત કરી હતી.