જમા અને બચતની વાત કરીએ તો બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સ્કીમ ખૂબ જ પોપ્યુલર છે. તેનું સૌથી મોટું કારણ છે કે લોકો તેને સુરક્ષિત ગણે છે અને તેના પર ચોક્કસ રિટર્ન મળે છે. સૌથી સારી વાત એ છે કે માર્કેટ લિંક્ડ સ્કીમ નથી હોતી અને માટે બજારની ઉતાર ચડાવની તેના પર કોઈ અસર નથી થથી. ઘણાં લોકો પોતાની બચતના રૂપિયા એફડીમાં જ રોકાણ કરતાં હોય છે.
જોકે છેલ્લા એક બે વર્ષમાં એફડી પર મળનારું વળતર ઘણું નીચું થઈ ગયું છે. એફડી પર વ્યાજ દર હાલમાં ઓલ ટાઈમ લો એટલે કે સૌથી નીચી સપાટી પર છે. દેશની બેંકો હાલમાં વાર્ષિક 4.9થી 7 ટકાની વચ્ચે વ્યાજ આપી રહી છે. જો તમે હાલમાં 1 વર્ષનીએફડી કરાવાવની યોજના બનાવો છો તો તમારે એ જાણવું જરૂરી છે કે કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે. અહીં અમે તમને દેશની જાણીતી બેંકોની 1 વર્ષની એફડી પર કેટલું વ્યાજ મળી રહ્યું છે જેથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે રોકાણ કરી શકો.

કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે 

બેંક વાર્ષિક વ્યાજ દર (%) રોકાણ (રૂ) 1 વર્ષ બાદ કેટલા મળશે (રૂ)
ઇન્ડસઇન્ડ બેંક 7.00 1,00,000 107,186
RBL બેંક 6.75 1,00,000 106,923
યસ બેંક 6.75 1,00,000 106,923
DCB બેંક 6.50 1,00,000 106,660
બંધન બેંક 5.75 1,00,000 105,875
પોસ્ટ ઓફિસ 5.50 1,00,000 105,406
કેનેરા બેંક 5.30 1,00,000 105,406
પંજાબ એન્ડ સિંધ બેંક 5.30 1,00,000 105,354
બેંક ઓફ ઈન્ડિયા 5.25 1,00,000 105,354
યુનિયન બેંક 5.20 1,00,000 105,302
સરકારી બેંક SBI 5% થી પણ ઓછું વ્યાજ આપે છે દેશની સૌથી મોટી અને સરકારી બેંક SBI એક વર્ષની એફડી પર સૌથી ઓછું 4.9 ટકા વ્યાજ આપી રહી છે. આ રીતે જોવા જઈએ તો 1 રૂપિયાનું રોકાણ કરો તો તમને એક વર્ષ બાદ 104,990 રૂપિયા મળશે.