નવી દિલ્હીઃ લક્ષ્મી વિલાસ બેંકના સંકટની વચ્ચે આ બેંકના ખાતાધારકો સહિત દેશના કરોડો ડિપોઝિટર્સને ફરી એ ચિંતા થવા લાગી છે કે જો કોઈ બેંક ડિફોલ્ટ કરો તો તેમાં જમા રકમનું શું થશે. તેમને કેટલા રૂપિયા પરત મળશે અને બેંકમાં જમા રકમ કેટલી સુરક્ષિત છે. અહીં અમે તમને આ સવાનલો જવાબ આપી રહ્યા છીએ.


બેંક ડૂબે અથવા ડિફોલ્ટ થાય તો કેટલી રકમ પરત મળે

રિઝર્વ બેંકની પૂર્ણ માલિકી ધરાવતી DICGC એટલે કે ડિપોઝિટવ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન તરફતી ગ્રાહકોને બેંક ડિપોઝિટ પર 5 લાખ રૂપિયાની સુરક્ષા ગેરેન્ટી મળશે. એટલે કે કોઈપણ બેંકમાં તમારી કેટલી પણ રકમ જમા કેમ ન હોય પરંતુ જો એ બેંક ડિફોલ્ટ થાય તો તમને માત્ર 5 લાખ રૂપિયા જ પરત મળશે. બેંક ડિફોલ્ટ થવા પર તમારા 5 લાખ રૂપિયા જ સુરક્ષિત માનવામાં આવસે અને જમા રકમ 5 લાખ રૂપિયા સુધીની રકમનો વીમો હશે. બાકીની રકમની તમને કોઈ ગેરેન્ટી નહીં મળે.

આ નિયમ બેંકની તમામ બ્રાન્ચ પર લાગુ હોય છે. તેમાં મૂલ રકમ અને વ્યાજ એટલે કે પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ બન્ને ગણાય જાય છે જેનો સીધો અર્થ એ થયો કે જો બન્નેને જોડીને 5 લાખ રૂપિયાથી વધારે રકમ હોય તો પણ 5 લાખ સુધીની રકમ જ સુરક્ષિત માનવામાં આવશે. બચત ખાતું, એફડી અથવા ચાલુ ખાતામાં પણ જમા રકમ પર પણ આટલી જ રકમની ગેરેન્ટી હોય છે.

જો ગ્રાહકનું એક જ બેંકની એક કરતાં વધારે શાખામાં ખાતું હોય તો તમામ ખાતામાં ડિપોઝિટ રકમ અને વ્યાજને જોડી દેવામાં આવશે. મૂલ રકમ અને વ્યાજ બન્ને સામેલ કરવામાં આવશે અને બન્ને જોડીને 5 લાખથી વધારે રકમ થવા પર માત્ર 5 લાખ જ સુરક્ષિત ગણાશે.

બેંકોમાં જમા રકમની સુરક્ષાની જવાબદારી ડીઆઈસીજીસી ઉપાડે છે. DICGC એક્ટ, 1961ની કલમ 16 (1)ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બેંક ડિફોલ્ટ થાય અથવા નાદાર થાય તો DICGC દરેક ડિપોઝિટરને રકમ ચૂકવવા માટે જવાબદાર હોય છે. DICGC આ રકમની ગેરેન્ટી લેવા બદલ બેંકો પાસેથી તેના માટે પ્રીમિયમ પસુલે છે.

મોદી સરકારે વધારી હતી બેંક જમા રક પર ગેરેન્ટી

પહેલા રિઝર્વ બેંકના નિયમો અનુસાર બેંક ખાતાધારકોને વધુમાં વધુ 1 લાખ રૂપિયાની જમા રક પર ગેરેન્ટી મળતી હતી. જેને બજેટ 2020-21માં વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2020-21 રજૂ કરતાં સમયે જાહેરાત કરી હતી કે બેંક જમા રકમ પર ગેરેન્ટીની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે.