મુશ્કેલીમાં સચિન બંસલ અને તેનો પરિવાર
પોતાની ફરિયાદમાં સચિન બંસલની પત્ની પ્રિયા બંસલે પતિ, સાસુ-સસરા વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે, લગ્ન પહેલા સચિનના માતા પિતા તેના ઘરે આવ્યા હતા. તે સમયે તેણે દહેજની માગ કરી હતી. પરંતુ તેના પિતાએ સચિનને કારના બદલામાં 11 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યાં સુધી કે લગ્ન પર તેના પિતાએ 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ આટલું બધું થયા બાદ પણ દહેજ માટે તેના પર દબાણ કરવામાં આવતું રહ્યું છે.
પત્નીએ લગાવ્યા દહેજ ઉત્પીડનના ગંભીર આરોપ
પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવતા પ્રિયાએ કહ્યું, “મારા નામે રહેલ સંપત્તિ સચિન પોતાના નામે ટ્રાન્સફર કરાવવા માગતા હતા પરંતુ જ્યારે આમ કરવાની ના પાડી તો તેની સાથે વિતેલા વર્ષે 20 ઓક્ટોબરના રોજ મારપીટ કરવામાં આવી.” પોતાની ફરિયાદમાં પ્રિયાએ સચિન અને તેના માતા-પિતા પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે. હાલમાં પોલીસે કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે સચિન પરિવાર સાથે ઘરે ન હોય તેની પૂછપરછ થઈ શકી નથી.