નવી દિલ્હીઃ હોળી પહેલા મોદી સરકારે નોકરિયાત વર્ગને મોટો ઝટકો આપ્યો છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે EPFO પર વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી હતી. 2019-20 માટે PF પર 8.50% વ્યાજ મળશે, 2018-19 માટે પીએફ વ્યાજદર 8.65 ટકા હતો.


ઈપીએફઓની આજે મળેલી બેઠકમાં નાણાકીય વર્ષ 2019-20 માટે પીએફ પર વ્યાજ દર ઘટાડવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ઈપીએફઓના આશરે 6 કરોડ લોકોને ઝટકો લાગશે.

ઈપીએફ પર આપવામાં આવતા વ્યાજને સરકાર દ્વારા ચલાવવામાં આવતી લઘુ બચત યોજનાઓના વ્યાજ જેટલું કરવા નાણા મંત્રાલય દ્વારા શ્રમ મંત્રાલય પર દબાણ કરવામાં આવુતું હતું. દરેક નાણાકીય વર્ષમાં ઈપીએફ પર વ્યાજ દર નક્કી કરવા શ્રમ મંત્રાલયે નાણા મંત્રાલયની સહમતિ લેવાની હોય છે.


ઈપીએફઓ દ્વારા 2016-17માં 8.65%, 2017-18માં 8.55% વ્યાજ આપવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2015-16માં 8.80% ઊંચું વ્યાજ આપવામાં આવ્યું હતું. આ પહેલા 2013-14 અને 2014-15માં ઈપીએએફ પર 8.75% વ્યાજ આપવામાં આવ્યું હતું. 2012-13માં ઈપીએફ પર વ્યાજ દર 8.5% હતો.

Coronavirus: મથુરાના ઈસ્કોન મંદિરે વિદેશી ભક્તોને શું કરી અપીલ ? જાણો વિગત

Coronavirus: રાજ્યસભામાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું- જરૂર ન હોય તો વિદેશ ન જાવ