હોમગ્રોન ઈ-કોમર્સ માર્કેટપ્લેસ ફ્લિપકાર્ટે મંગળવારે કહ્યું કે, કોરોના મહામારીની વચ્ચે તેણે દેશભરમાં વિતેલા ત્રણ મહિનામાં 23000 લોકોને પર નોકરી પર રાખ્યા છે. ફ્લિપકાર્ટ અનુસાર માર્ચથી મે 2021માં તેણે ડિલિવરી એક્ઝીક્યૂટિવ સહિત પોતાની સપ્લાઈ ચેઈનમાં જુદી જુદી ક્ષમતાઓમાં દેશભરમાં 23,000 લોકોને નોકરી પર રાખ્યા છે. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દેશભરમાં ઈ કોમર્સ સેવાઓની વધતી માગને જોતા આ ભરતી કરવામાં આવી છે.


ઇ-કોમર્સ સેવાઓની માગ વધવાને કારણે સપ્લાઈ ચેઇનમાં વધારો


ફ્લિપકાર્ટમાં સપ્લાઈ ચેઈનના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ હેમંત બદ્રી કહે છે કે, લોકો કોરના સંક્રમણથી બચવા માટે ઘરમાં જ રહે છે અને આ કારણે દેશભરમાં ઈ-કોમર્સ સેવાઓની માગમાં વધારો થયો છે અને આ જ કારણે અમારી સપ્લાઈ ચેઈન પણ વધી છે. જેના કારણે હજારો રોજગારીની તકો ઉભી થઈ છે.


હેમંત બદ્રીએ એ પણ કહ્યું કે, “ટ્રેનિંગ સમયના ગાળા દરમિયાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નવા કર્મચારોને અમારી હેલ્થકેર અને વેલનેસ પહેલની સાથે કવર કરવામાં આવશે.”


કંપની ડાયરેક્ટ હાયરિંગ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવી રહી છે


કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, તે સપ્લાઈ ચેઈન માટે ડાયરેક્ટ હાયર કરવા હેતુ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ ચલાવી રહી છે. એ પણ કહેવામાં આવ્યું છે કે, ક્લાસરૂપ અ ડિજિટલ ટ્રેનિંગના મિશ્રણના માધ્યમથી સપ્લાઇ ચેઈન મેનેજમેન્ટ દ્વારા તેમની સમજ વધારવા આ ટ્રેનિંગ વોટ્સઅપ, ઝૂમ અને હેંગઆઉટ જેવી મોબાઈલ એપ્લિકેશનની સાથે સાથે ફ્લિપકાર્ટે પોતાની લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમના મામધ્યમથી કરી રહી છે.