અમેરિકાની અર્થવ્યવસ્થામાં ઝડપથી રિકવરીની આશાને કારણે શેર અને અન્ય જોખમભર્યા રોકાણમાં રોકાણકારોનો રસ વધવાને કારણે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તેની અસર ઘરેલુ માર્કેટમાં પણ સોનામાં જોવા મળી રહી છે. આંતરરાષઅટ્રીય માર્કેટમાં ડોલરની કિંમત ચાર મહિનાની નીચલી સપાટી પર આવી ગઈ છે. આ જ કારણે અન્ય કરન્સી હોલ્ડર્સ માટે ગોલ્ડ ખરીદવાનું સસ્તું થઈ ગયું છે.


ગોલ્ડ હોલ્ડિંગમાં નથી આવી રહ્યો ઘટાડો


જોકે વિશ્વના સૌથી મોટા ગોલ્ડ આધારિત ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.3 ટકા વધીને 1046.12 ટન પર પહોંચી ગયું. સોમવારે તે 1042.92 ટન હતું. કેટલાક રોકાણકારો મોંઘવારીની વધાની આશંકાએ હેજિંગ તરીકે સોનામાં રોકાણ કરી રહ્યા છે. ઘરેલુ રોકાણકારો પણ ગોલ્ડ સેવિંગ ફંડ ગોલ્ડ ઈટીએફમાં પોતાનું રોકાણ વધારી રહ્યા છે. દેશમાં આર્થિક ગતિવિધિઓને લઈને જોવા મળી રહેલ અનિશ્ચિતતાના સંદર્ભમાં પણ તેમને સોનામાં રોકાણ વ ધારે સુરક્ષિત લાગી રહ્યું છે.


દિલ્હી માર્કેટમાં સોનામાં સામાન્ય ઘટાડો


મંગળવારે એમસીએક્સમાં સોનું 0.26 ટકા એટલે કે 124 રૂપિયા ઘટીને 48429 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદી 0.48 ટકા ઘટીને 71463 રૂપિયા પ્રતિ કિલો ટ્રેડ થઈ હતી. સોમવારે દિલ્હીના ગોલ્ડ માર્કેચમાં સોનાનો બાવ 95 રૂપિયા વધીને 48015 રૂપિયા પ્રતિ ગ્રામ રહ્યું હતું. વિતેલા સત્રમાં તેનો ભંધ ભાવ 47920 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. ચાંદી પણ આ દરમિયાન 154 રૂપિયાની તેજી સાથે 70998 રૂપિયા પ્રતિ કિલો રહી હતી જે વિતેલા કારોબારી સેશનમાં 70844 રૂપિયા પ્રતિ કિલો પર બંધ રહી હતી. મંગળવારે મદાવદામાં હાજરમાં સોનું 48447 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું જ્યારે ગોલ્ડ ફ્યૂચર 48371 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થયું હતું. ઘરેલુ માર્કેટમાં આર્થિક અનિશ્ચિતતાને કારણે સોનામાં સતત ઉતાર ચડાવનો માહોલ છે.


કેટલો થશે ભાવ


કોમોડિટી એક્સપર્ટના કહેવા માટે સોનામાં રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આગામી સમયમાં તેજી રહેવાની આશા છે. સોનામાં છેલ્લા થોડાં દિવસોથી તેજી આવી છે અને 48 હજાર આસપાસ થોડો ઘટાડો થવાની શક્યતા છે.  મિડ ટર્મમાં 52 હજાર રૂપિયા અને લોંગ ટર્મમાં 60 હજાર રૂપિયા સુધી જઈ શકે છે.


પ્રથમ ત્રિમાસિકમાં સોનાની માંગ વધી


ભારતમાં સોનાની માંગ જાન્યુઆરી-માર્ચ 2021 ત્રિમાસિક દરમિયાન ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષના સમયગાળામાં 37 ટકા વધીને 140 ટન પર પહોંચી છે. ડબલ્યુસીજીના આંકડા મુજબ 2020ના પ્રથમ ત્રિમાસિકમાં સોનાની માંગ 102 ટન હતી.