Flipkart: દેશની ટોચની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ તહેવારની સીઝન દરમિયાન આવનારા તેના આગામી સેલ 'ધ બિગ બિલિયન ડેઝ 2024' દરમિયાન દેશભરમાં લગભગ એક લાખ નવી નોકરીઓનું સર્જન કરે તેવી અપેક્ષા છે. ફ્લિપકાર્ટે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી તહેવારોના સેલ અગાઉ તેણે નવ શહેરોમાં 11 નવા ફુલફિલમેન્ટ સેન્ટર શરૂ કર્યા છે, જેનાથી દેશમાં આ કેન્દ્રોની સંખ્યા 83 થઈ ગઈ છે.વોલમાર્ટ ગ્રુપ કંપનીએ કહ્યું કે ફ્લિપકાર્ટ દેશભરમાં તેની સપ્લાય ચેઇનમાં એક લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન કરવા જઈ રહી છે. તેનો હેતુ આ વર્ષની તહેવારોની સીઝનમાં ઓપરેશનલ ક્ષમતાઓને મજબૂત બનાવવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવાનો છે.
ફ્લિપકાર્ટે જણાવ્યું હતું કે નવી નોકરીઓ સપ્લાય ચેઇનના વિવિધ ક્ષેત્રોમાં હશે. તેમાં ઇન્વેન્ટરી મેનેજર, વેરહાઉસ એસોસિએટ્સ, લોજિસ્ટિક્સ કોઓર્ડિનેટર, ગ્રોસરી પાર્ટનર્સ અને ડિલિવરી ડ્રાઇવર્સનો સમાવેશ થાય છે.તહેવારોના સમયમાં આયોજિત વેચાણમાં ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા સર્જાયેલી નોકરીઓ મોટાભાગે સીઝનેબલ હોય છે. ફ્લિપકાર્ટે જણાવ્યું હતું કે તે તહેવારોની સીઝન પહેલા નવા કર્મચારીઓ માટે વ્યાપક કૌશલ્ય અને તાલીમ કાર્યક્રમો પણ હાથ ધરશે.
ફ્લિપકાર્ટનો ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવા અને આ વર્ષે તહેવારોની સીઝન દરમિયાન આર્થિક વૃદ્ધિને આગળ વધારવાની સાથે તેની કાર્યકારી ક્ષમતાઓને મજબૂત કરવાનો છે. નવી નિમણૂકોમાં વિવિધ સપ્લાય ચેઈન સંબંધિત હોદ્દાઓ જેમ કે ઈન્વેન્ટરી મેનેજર્સ, વેરહાઉસ એસોસિએટ્સ, લોજિસ્ટિક્સ કો-ઓર્ડિનેટર, કિરાના પાર્ટનર્સ અને ડિલિવરી ડ્રાઈવર્સનો સમાવેશ થાય છે.
નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને Flipkart વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને ખાસ કરીને આગામી તહેવારોની સાઝન દરમિયાન સરળ સપ્લાય ચેઇન કામગીરી, બહેતર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને બહેતર ઉત્પાદન ઉપલબ્ધતાની ખાતરી કરી રહ્યું છે. ઓટોમેટેડ વેરહાઉસથી લઈને ડેટા આધારિત નિર્ણય લેવા સુધી ફ્લિપકાર્ટે તેની ઓપરેશનલ કાર્યક્ષમતા અને ગ્રાહક સંતોષ વધારવા માટે ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સ અપનાવ્યા છે.
ફ્લિપકાર્ટ ગ્રુપના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને સપ્લાય ચેઇન, કસ્ટમર એક્સપીરિયન્સ અને રીકોમર્સ હેડ હેમંત બદ્રીએ જણાવ્યુ હતું કે “TBBD હવે ફ્લિપકાર્ટ માટે માત્ર એક મહત્વાકાંક્ષી ઇવેન્ટ નથી, પરંતુ તહેવારોની સીઝન દરમિયાન ઉજવવામાં આવતો ઉત્સવ પણ બની ગયો છે જે સમગ્ર ઇકોસિસ્ટમ એક સાથે લાવે છે. અમારા વિસ્તૃત સપ્લાય ચેઈન નેટવર્ક સાથે, અમે અમારા ગ્રાહકોની વધતી જતી માંગને પહોંચી વળવા અને તેમને અપ્રતિમ ખરીદીનો અનુભવ પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છીએ. મજબૂત, કાર્યક્ષમ અને ઇકો-ફ્રેન્ડલી સપ્લાય ચેઇન દ્વારા અમે ફક્ત અમારા ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા માટે જ નહીં પરંતુ અમે જ્યાં કામ કરીએ છીએ તે ક્ષેત્રોમાં સ્થાનિક આર્થિક વૃદ્ધિમાં ફાળો આપતા અર્થપૂર્ણ તકો પૂરી પાડીને આર્થિક વૃદ્ધિ અને વિકાસને આગળ ધપાવવાની આશા રાખીએ છીએ. આમાં અમારા ગ્રોસરી પાર્ટનર્સ માટે વિકાસની તકો ઊભી કરવાનો પણ સમાવેશ થાય છે, જેઓ તહેવારો દરમિયાન દેશભરના અંતરિયાળ વિસ્તારોમાં ઓર્ડર સમયસર પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમારા કર્મચારીઓ અમારી સપ્લાય ચેઇનની કરોડરજ્જુ છે અને આ વર્ષે અમને અમારી તાકાત વધુ વધારવા માટે ગર્વ છે. "અમે ડિલિવરીની ઝડપ અને કાર્યક્ષમતાના સંદર્ભમાં નવા ધોરણો નક્કી કરીને ભારતમાં ઈ-કોમર્સ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ."