Forbes India Rich List: આ છે દેશના 10 સૌથી ધનાઢ્ય વ્યક્તિ, એક જ વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિ પાંચ ગણી વધી
Forbes India Rich List: મુકેશ અંબાણી (Mukesh Ambani) દેશા સૌથી અમીર વ્યક્તિના સ્થાન પર જળવાઈ રહ્યા છે. ફોર્બ્સે વર્ષ 2021 માટે ભારતના 10 સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદી બહાર પાડી છે. લિસ્ટમાં મુકેશ અંબાણી પ્રથમ નંબર પર છે. ફોર્બ્સના રિપોર્ટ અસાર, ત્રણ સૌથી અમીર ભારતીયોની કુલ સંપત્તિ મળીને 100 અબજ ડોલર કરતાં વધી ગઈ છે. મુકેશ અંબાણીએ એશિયાના સૌથી અમીર વ્યક્તિનું સ્થાન ફરી મેળવ્યું છે. તેની નેટવર્ખ 84.5 અબજ ડોલરની છે. આગળ તસવીરોમાં જુઓ ભારતના ટોપ-10 ધનાઢ્યો કોણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2- ગૌતમ અદાણીઃ ફોર્બ્સની યાદી અનુસાર, 6 એપ્રિલ 2021 સુધી ગૌતમ અદાણીની કુલ નેટવર્થ 61.3 બિલિયન ડોલર થઈ છે. ગૌતમ અદાણીની આવકમાં એક દિવસમાં 35 હજાર કરોડ રુપિયાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિ પાંચ ગણી વધી છે. 2020 માં તેમની નેટવર્થ 16.2 અબજ ડોલર હતી જે હવે 59.9 અબજ ડોલર થઈ ચુકી છે. અદાણીની છ લિસ્ટેડ કંપનીઓની નેટવર્થ 79 અબજ ડોલર રછે. તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પછી ભારતના બીજા મોટા ધનિક છે.
3- શિવ નાદરઃ HCL ટેક્નોલોજીસના શિવ નાદર ભારતના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની સંપત્તિ 23.5 અબજ ડોલર (1744.68 અબજ રૂપિયા) છે.
4- રાધાકિશન દામાણીઃ ડી માર્ટના પ્રમુખ રાધાકિશન દમાણી પાસે 16.5 અબજ ડોલર (1224.98 અબજ રૂપિયા)ની સંપત્તિ છે.
5- ઉદય કોટકઃ તેમની સંપત્તિ 15.9 અબજ ડોલર (1180.44 અબજ રૂપિયા) છે.
6- લક્ષ્મી મિત્તલઃ તેમની કુલ સંપત્તિ 14.9 અબજ ડોલર (1106.20 અબજ રૂપિયા) છે. દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપનીઓમાંથી એક આર્સેલર મિત્તલના પ્રમુખ છે લક્ષ્મી મિત્તલ.
7- કુમાર મંગલમ બિરલાઃ આ યાદીમાં તેઓ 7માં ક્રમ પર છે. તેમની સંપત્તિ 12.8 અબજ ડોલર (980.29 અબજ રૂપિયા) છે.
8- સાઈરસ પૂનાવાલાઃ તેમની કંપની દુનિયાની સૌથી મોટી વેક્સીન કંપની છે. અમીર ભારતીયોની સૂચિમાં તેઓ 8માં સ્થાને છે. તેમની સંપત્તિ 12.7 અબજ ડોલર (842.87 અબજ રૂપિયા) છે.
9- દિલીપ સંઘવીઃ સન ફાર્માના પ્રમુખ દિલીપ સંઘવી 10.9 અબજ ડોલર (809.23 અબજ રૂપિયા)ની સંપત્તિ સાથે આ યાદીમાં તેઓ નવમા સ્થાને છે.
10- સુનીલ ભારતી મિત્તલઃ તેમના પરિવારની કુલ સંપત્તિ 105 અબજ ડોલર (779.54 અબજ રૂપિયા) છે.