નવી દિલ્હીઃ કોરોના કાળ વચ્ચે બજેટને લઈ નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સને તેમણે કહ્યું કે, ભારતનું અર્થતંત્ર 2021-22માં પાટા પર ફરશે અને ફેબ્રુઆરી મહિનામાં થનારા બજેટમાં વધારે ખર્ચના કારણે આગામી ચારથી પાંચ વર્ષમાં પણ વધુ મજબૂત વૃદ્ધિ પામશે.


વિશ્વમાં કોરોના કેસમાં બીજા ક્રમે રહેલા ભારતમાં લોકડાઉનના કારણે લાખો લોકોને અસર થઈ હતી. તેમ છતાં 2020-21ના નાણાકીય વર્ષમાં ભારતનું અર્થતંત્ર અંદાજે 10 ટકાના દરે વિકાસ કરશે તેમ કહ્યું હતું. હાલ તે રિકવર થઈ રહ્યું છે તેમ રોયયર્સ ગ્લોબલ ઈન્વેસ્ટમેનટ આઉટલુક સમિટ 2021માં બોલતાં સીતારમણે કહ્યું હતું.



મને લાગે છે કે વૃદ્ધિના સારા દરને પ્રાપ્ત કરવા માટે 2021-22 ખૂબ મોટું, સારું વર્ષ હશે.  જો આપણે  બજેટ પૂરુ વાપરીએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરીએ તો  4-5 વર્ષ સુધી સારી ગતિએ અર્થતંત્ર વૃદ્ધિ પામશે.

યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોએ રાહતના પગલા લઇને અર્થતંત્રમાં અબજો ડોલર રેડ્યા છે તેનાથી વિપરીત ભારત સરકાર મર્યાદિત સંસાધનોને કારણે તથા તેના બજેટ ખાધને ઘટાડવા ઓછા પગલાં લીધા છે. સીતારમણે કહ્યું કે, સરકાર વિકાસ દરને વેગ આપવા માટે આવતા મહિનામાં ખર્ચ કરવામાં સરળતા લાવી શકે છે.

Corona Update: ગુજરાતના કયા જિલ્લામાં આજે કોરોનાનો નોંધાયો માત્ર એક જ કેસ ? જાણો

Farmers Protest: આવતીકાલે ગુજરાતમાં કોંગ્રેસ તમામ જિલ્લામાં કરશે પ્રદર્શન, જાણો વિગત