કયા જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે કોરોનાના સૌથી ઓછા કેસ તાપીમાં અને સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા હતા. તાપીમાં આજે કોરોનાનો માત્ર એક જ કેસ નોંધાયો હતો. જે પછી છોટા ઉદેપુરમાં 2, પોરબંદરમાં 3, દેવભૂમિ દ્વારકામાં 4, બોટાદમાં 4, નવસારીમાં 6, વલસાડમાં 6, ભાવનગરમાં 7, ગીર સોમનાથામાં 9, અરવલ્લીમાં 9, જુનાગઢ કોર્પોરેશનમાં 10 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 314 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1427 દર્દી સાજા થયા હતા અને 69,735 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 80,33,388 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,33,548 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,33,386 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 162 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.