નવી દિલ્હી: જીવનમાં આપણે ઘણી વખત એવી સમસ્યાનો સામનો કરતા હોઇએ છીએ જ્યારે તત્કાળ રૂપિયાની જરૂર હોય છે. તે સ્વાસ્થ્ય સંબંધિત અથવા નોકરી ગુમાવવા જેવી કોઈ પણ સમસ્યા હોઈ શકે છે. આવી સ્થિતિમાં આપણે પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે લોન લેવાનું વિચારીએ છીએ. પરંતુ જો તમે નોકરી કરતા હોવ તો તમારે તમારા કેટલાક ખર્ચાઓને પહોંચી વળવા માટે કોઈની પાસેથી લોન લેવાની જરૂર નથી. તમે પીએફ ફંડનો ઉપયોગ કરીને તમારી જરૂરિયાતો પૂરી કરી શકો છો.


દર મહિને એમ્પ્લોયર અને તમારો હિસ્સો તમારા પીએફ ખાતામાં જમા થાય છે. સરકારે ખાતાધારકને કટોકટીની સ્થિતિમાં આ ફંડનો એક ભાગ ઉપાડવાની છૂટ આપી છે. તમે તમારા ખાતામાં જમા થયેલી કુલ રકમના 75% અથવા ત્રણ મહિનાનો બેઝિક પગાર અને DAને જોડી શકો છો. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો.


તમે આ સ્ટેપને અનુસરીને રકમ ઉપાડી શકો છો


સૌથી પહેલા https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface પર જાઓ. લોગિન માટે તમારો UN નંબર અને પાસવર્ડ દાખલ કરો. લોગિન કર્યા પછી ઓનલાઈન સેવાના વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમારે ક્લેમ પસંદ કરવો પડશે. આ પછી એક નવી સ્ક્રીન ખુલશે જ્યાં તમારે તમારા બેંક ખાતાના છેલ્લા 4 અંકો નાખવાના રહેશે. તે પછી Yes પર ક્લિક કરો. આ પછી તમને પ્રમાણપત્ર પર સહી કરવાનું કહેવામાં આવશે. સહી કર્યા પછી Proceed to Online Claim પર જાઓ. હવે તમે ડ્રોપ ડાઉન મેનુમાં કેટલાક વિકલ્પો જોશો. હવે તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરો અને ચેકની સ્કેન કરેલી નકલ જોડો. તે પછી તમારું સરનામું દાખલ કરો અને ગેટ આધાર OTP પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો અને ક્લેમ પર ક્લિક કરો. તમારા એમ્પ્લોયર વિનંતીને મંજૂર કરે તે પછી 15-20 દિવસ પછી પૈસા તમારા ખાતામાં જમા થશે.


PFનો વ્યાજ દર 40 વર્ષના નીચા સ્તરે


કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22 માટે EPF જમા રકમ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અથવા EPFO ​​ઓફિસના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે કે પીએફનો આ લગભગ 40 વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર છે.