29મી જુલાઈ 2022ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં પ્રથમ બુલિયન એક્સચેન્જનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ગિફ્ટ સિટીમાં શરૂ થયેલી નાણાકીય સંસ્થાઓ અને વિવિધ પ્લેટફોર્મ 130 કરોડ ભારતીયોને આધુનિક વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવામાં મદદ કરશે. આ વાતને ધ્યાનમાં રાખીને MPCS અને Finolutionsએ ગિફ્ટ સિટીમાં પોતાની સેવા શરૂ કરી છે. MPCS એ અમદાવાદ સ્થિત ઉત્તમ કન્સલ્ટિંગ ફર્મ છે અને ગિફ્ટ સિટીમાં તેમના યુનિટની સ્થાપના અને સંચાલન માટે કોર્પોરેટ્સને જરૂરી નાણાંકીય અને નિયમનકારી સેવાઓ માટે વન-સ્ટોપ-સોલ્યુશન પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે. MPCSનું નેતૃત્વ યુવા અને અનુભવી ટીમ કરી રહી છે. તે IFSCA નોંધણી, SEZ નોંધણી, વ્યાપાર પુનઃરચના, પ્રત્યક્ષ કર, પરોક્ષ કર, વૈધાનિક અનુપાલન વગેરે જેવી સેવાઓ આપે છે.
મુંબઈ સ્થિત વેલ્થ મેનેજમેન્ટ ફર્મ, Finolutions LLP એ તાજેતરમાં ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય એવા વૈશ્વિક ખેલાડીઓને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડવાનો છે. જેઓ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફર્મ્સ અને AIFs કે ગિફ્ટ સિટીથી સંચાલન કરવા માગે છે. MPCS એ GIFT સિટી ખાતે Finolutions LLP ના યુનિટની સ્થાપના કરવા અને નાણાકીય સેવાઓ ના લાઇસન્સ જેવા કે IFSC અને SEZ મેળવવા માટે ફાઇનોલ્યુશનને એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પ્રદાન કરી હતી. ફાઇનોલ્યુશનના સ્થાપક અપૂર્વ વોરાએ કહ્યું કે તેઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય કંપનીઓને ગિફ્ટ સિટીમાં લાવવા માંગે છે. ભારતમાંથી ઘણી AIFs છે અને કેટલીક વૈશ્વિક કંપનીઓ પણ છે. જેમને ડોમેનની સારી સમજ છે. પરંતુ ગો ટુ માર્કેટ, પ્રોડક્ટ ડિઝાઇન અને સ્ટ્રક્ચરિંગ તેમજ કિંમતો પર ઇનપુટ્સ અને વ્યૂહરચનાઓની માટે માર્ગદર્શનની જરૂર છે, ખાસ કરીને ક્રોસ બોર્ડર સફળતા માટે. ફાઇનોલ્યુશન સાથે મળીને MPCS કોર્પોરેટને આવા વ્યૂહાત્મક આયોજનમાં તેમ જ ગિફ્ટ સિટીમાં યુનિટ શરૂ કરવા માટે તેના અમલીકરણમાં મદદ કરશે. ફાઇનાન્સિયલ, ઇન્સ્યોરન્સ. રીઅલ એસ્ટેટ, સ્ટાર્ટ અપ સહિતના બિઝનેસને MPCS અને ફાઇનોલ્યુશન વન-સ્ટોપ-સોલ્યુશન પ્રદાન કરશે તેવો CA હર્ષ મેહતા, CA મલય ડેલીવાળા અને અપૂર્વ વોરાનો ઉદેશ્ય છે.
MPCS અને Finolutions LLP GIFT IFSCમાં બિઝનેસ યુનિટ રાખવાના લાભો અને વિશેષાધિકારો વિશે મોટા નાણાકીય કોર્પોરેટને પરિચિત કરાવે છે. ગિફ્ટ સિટી નાણાકીય કોર્પોરેટ અને રાષ્ટ્ર બંને માટે તકોની ભૂમિ છે. તે કોર્પોરેટને પુષ્કળ કર લાભો, નિયમનકારી છૂટછાટો અને વ્યવસાય કરવાની સરળતા પ્રદાન કરે છે. બીજી બાજુ, તે રોજગારીની વિશાળ તકો પણ પેદા કરશે, મોટા ખેલાડીઓ અને વિદેશી રોકાણોને આમંત્રિત કરશે, જેનાથી ભારત વૈશ્વિક નાણાકીય ખેલાડી બનશે અને તેની અર્થવ્યવસ્થામાં સુધારો થશે, જેના લીધે સાથે INR વિનિમય દરમાં પણ સુધારો થશે એ સહજ સમજી શકાય તેવી વાત છે.