ઓઈલ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમતમાં આ મહિને આજે ત્રીજી વખત વધારો કર્યો છે. ત્યાર બાદ દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ છે. આ ભાવ વધારો 25 ફેબ્રુઆરી 2021થી લાગુ થશે. સબસિડી વગરના સિલિન્ડરની કિંતમાં આજે 25 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે.


ફેબ્રુઆરીમાં ત્રીજી વખત ભાવ વધારો ઝીંકાયો

ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી વખત LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે 4 ફેબ્રુઆરીએ LPGની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો ત્યારે બાદ 15 ફેબ્રુઆરીએ ફરી એક વખત સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે આ ત્રીજી વખત છે જ્યારે ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં તોતિંગ વધારો થયો છે, પરંતુ 19 કિલો વાા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં સાડા ચાર રૂપિયાની સામાન્ય રાહત મળી છે. 15 ફેબ્રુઆરીએ તેની કિંમત 1717.50 હતી, જે ઘટાડીને 1713 રૂપિયા થઈ છે. ત્રણ ફેબ્રુારીએ આ સિલેન્ડરની કિંમત 1727 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.

1 ડિસેમ્બરથી અત્યાર સુધી 200 રૂપિયા ભાવ વધ્યા

1 ડિેસમ્બરે ગેસ સિલિન્ડર 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થયા હતા. 1 જાન્યુઆરીએ ફરીથી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા અને 644 રૂપિયાવાળા સિલિન્ડરની કિંમત 694 રૂપિયા થયા. 4 ફેબ્રુઆરી ભાવ વધારા બાદ 694 રૂપિયાના 719 રૂપિયા થઈ ગયા. 15 ફેબ્રુઆરીએ 719 રૂપિયાથી વધીને 769 રૂપિયા થયો અને 25 ફેબ્રુઆરીના રોજ 25 રૂપિયા વધીને તેની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ છે.