ભાડા વધારવા પર રેલવેની સ્પષ્ટતા
રેલવેએ કોરોના કાળ પહેલાના સમયની તુલનામાં 65% મેલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી દીધી છે. જ્યારે 90% સબઅર્બન ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે. હાલમાં રોજ કુલ 326 પેસેન્જર ટ્રેન ચાલી રહી છે. જ્યારે 1250 મેલ/એક્સપ્રેસ ટ્રે અને 5350 સબઅર્બન ટ્રેન ચાલી રહી છે. રેલવેનું કહેવું છે કે હાલમાં ચાલી રહેલ ઓછા અંતરની પેસેન્ટર ટ્રેન કુલ પેસેન્જર ટ્રેનના માત્ર 3% જ છે. માટે તેમાં ઘણાં ઓછા પ્રવાસી પ્રભાવિત થઈ રહ્યા છે.
ભાડા વધારાવ પર રેલવેએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, પ્રવાસી સેવા પર હંમેશા સબસિડી આપવામાં આવે છે અને દરેક રેલવે પ્રવાસીના દરેક પ્રવાસ પર રેલવેને ખોટ જઈ રહી છે. રેલવે ઘણી એવી ટ્રેન ચલાવે છે જેની સીટ ઘણી ઓછી ભરાય છે.
શું બાદમાં ભાવ વધારો પાછો ખેંચાશે?
શું રેલવે ફરીથી સામાન્ય રીતે શરૂ થઈ જશે ત્યાર બાદ પેસેન્જર ટ્રેનમાં વધેલ ભાડા પરત લેવામાં આવશે કે નહીં તે મુદ્દે રેલવેના રાષ્ટ્રીય પ્રવક્તા ડીજે નારાયણે કહ્યું કે, આવી સ્થિતિઓ પર સમયે સમયે રિવ્યૂ કરવામાં આવે છે અને જે તે સમયની સ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
તમારા પર ભાડા વધારાની કેટલી અસર થશે
ભાડા વધારા મામલે રેલવેએ કહ્યું કે, ભાડામાં વધારો ટકાવારીમાં જોશો તો વધારે લાગશે કે કારણ કે 20 કિલોમીટરના અંદર પર બે સ્ટેશનની વચ્ચે જો ટિકીટ 10 રૂપિયા હતી તો હવે 20 રૂપિયામાં મળશે. પરંતુ જો 150 કિલોમીટરના અંતર વચ્ચેના બે સ્ટેશનની વચ્ચે ભાડાની વાત કરીએ તો તે માત્ર 10 ટકા જેટલા જ હશે.