નવી દિલ્હી: ફોર્બ્સે દુનિયાના સૌથી અમીર અમેરેકીઓની યાદી જાહેર કરી છે. આ 400 લોકોની યાદીમાં સાત ભારતીય અમેરિકીઓને પણ સ્થાન મળ્યું છે. એમેઝોનના મુખ્ય કાર્યકારી જેફ બેજોસે આ મહામારીના સમયમાં પણ પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
ફોર્બ્સની યાદીમાં બેજોસે (179 બિલિયન ડોલર) સતત ત્રીજી વખત પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે બીજા નંબરે બિલ ગેટ્સ (111 બિલિયન ડૉલર). અને ફેસબુકના સીઈઓ માર્ક ઝૂકરબર્ગ 85 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે ત્રીજા નંબરે છે. તેના બાદ વોરેન બુફેટ 73.5 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે ચોથા નંબરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ 275 પરથી 352 ક્રમાંકે પહોંચી ગયા છે. તેમની સંપત્તિ 3.1 બિલિયન ડૉલરથી ઘટીને 2.5 બિલિયન ડૉલર થઈ ગઈ છે.
સૌથી અમીર અમેરિકીઓમાં સાત ભારતીય
ફોર્બ્સની આ યાદીમાં સાઈબર સિક્યોરિટી ફર્મ જેડસ્કેલરના સીઈઓ જય ચૌધરી (6.9 અરબ ડોલર સંપત્તિ) 61માં ક્રમાંકે છે. તેના બાદ સિમ્ફની ટેકનોલોજી ગ્રૂપના સંસ્થાપક ચેરમેન રોમેશ વાધવાની(2.3 અરબ ), સિલિકોન વેલી વેન્ચર કેપિટલ ફર્મ ખોસલા વેન્ચર્સના સંસ્થાપક વિનોદ ખોસલા 2.4 અરબની સંપત્તિ સાથે 353માં નંબરે, શેરપાલો વેન્ચર્સના પાર્ટનર કવિતર્ક રામ શ્રીરામ(2.3 અરબ) 359 સ્થાન પર, એરલાઈન વેટરન રાકેશ ગંગવાલ
359માં ક્રમાંકે, વર્કડેના સીઈઓ અને સહસંસ્થાપક અનીલ ભૂસરી 359 નંબરે છે.
દુનિયાના સૌથી અમીર 400 અમેરિકીઓ પાસે ભારતની કુલ જીડીપી કરતા પણ વધારે પૈસા છે. તેમની પાસે કુલ 3.2 ટ્રિલિયન ડૉલરની સંપત્તિ છે. ખાસ વાત એ છે કે, કોરોના કાળમાં પણ આ અમીરોની સંપત્તિ વધી છે.
Forbes 2020: સૌથી અમીર અમેરિકીઓમાં આ 7 ભારતીઓ સામેલ, જેફ બેજોસે સતત ત્રીજી વખત ટોચ પર યથાવત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Sep 2020 03:55 PM (IST)
ફોર્બ્સની યાદીમાં બેજોસે (179 બિલિયન ડોલર) સતત ત્રીજી વખત પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે બીજા નંબરે બિલ ગેટ્સ (111 બિલિયન ડૉલર). અને ફેસબુકના સીઈઓ માર્ક ઝૂકરબર્ગ 85 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે ત્રીજા નંબરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -