નવી દિલ્હીઃ ફોર્ડે એસ્પાયર કોમ્પેક્ટ સેડાનનું સીએનજી વર્ઝન બજારમાં ઉતાર્યું છે. ફોર્ડનું આ મોડલ ગુજરાતના સાણંદ પ્લાન્ટમાં તૈયાર થયું છે. કંપનીએ તેની શરૂઆતની કિંમત 6.27 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખવામાં આવી છે. એસ્પાયરનું સીએનજી વર્ઝન માત્ર બેસ વેરિયન્ટ એમ્બિએન્ટ અને ટ્રેન્ડ પ્લસ વેરિયન્ટમાં જ ઉપલબ્ધ હશે.



સીએનજી કીટને 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે ફિટ કરવામાં આવી છે. જે 95 bhp પાવર અને 120 Nm પિક ટોર્ક જનરેટ કરે છે. આમાં એક ફર્સ્ટ ઇન સેગમેન્ટ ટાઇપ સિલિન્ડર આપવામાં આવ્યું છે, જે કાર્ગો સ્પેસ માટે સારું છે.



ફોર્ડ એસ્પાયરને ગયા વર્ષે ઓક્ટોબરમાં ફેસલિફ્ટ આપવામાં આવ્યું હતું. હાલ આ કાર પેટ્રોલ અને ડિઝલ બન્ને વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ છે. CNG Aspireમાં બે વર્ષ અથવા એક લાખ કિલોમીટરની વોરન્ટી મળશે. સાથે જ દર બે વર્ષ અથવા 20 હજાર કિલોમીટરે એકવાર સીએનજી કીટ સર્વિસ કરાવવાની રહેશે.



કંપનીનો દાવો છે કે Aspire CNG તેના સેગમેન્ટની એકમાત્ર CNG પાવર્ડ કોમ્પેક્ટ સેડાન છે, જેમાં સ્ટાન્ડર્ડ રીતે બે ફ્રન્ટ એરબેગ છે. સાથે જ આમાં ઇન-બિલ્ટ સેટેલાઇટ નેવિગેશન, બ્લુટૂથ કનેક્ટિવિટી અને 7 ઇંચ ટચસ્ક્રીન સાથે ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, રિયર વ્યૂ કેમેરા, રિમોટ સેન્ટ્રલ લોકિંગ, ઓટોમેટિક એર-કન્ડીશનર અને પાવર વિન્ડોનો સમાવેશ થાય છે.