આ વિદેશી ટુર પેકેજમાં ભારત બહાર કોઈ એક દેશ કે અનેક દેશોના ટુર પેકેજ સામેલ છે. તેમાં ટ્રાવેલ ખર્ચ, હોટેલ, બોર્ડિંગ, લોજિંગ સહિત અન્ય ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈ વિદેશમાં રોકાણ કરશે તો આ પ્રકારના આર્થિક વ્યવહાર પણ આરબીઆઈના લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ નિયંત્રિત કરવામાં આવશે. આ માટે એક નાણાંકીય વર્ષની મહત્તમ મર્યાદા 2.5 લાખ ડોલર નક્કી કરવામાં આવી છે. રૂપિયા 70ના એક્સચેન્જ રેટ પ્રમાણે આ રકમ આશરે રૂપિયા 1.75 થાય છે.
આવકવેરા કાયદો 1961ની કલમ 206C હેઠળ જો કોઈ અધિકૃત ડીલર એક નાણાંવર્ષમાં રૂપિયા 7 લાખથી વધુ રકમ એલઆરએસ થકી વિદેશમાં મોકલશે તો તેણે 5% ટીસીએસ ભરવો પડશે. આ સાથે વિદેશી ટુર પેકેજ પર પણ ટીસીએસ લાગશે. જો પાન કે આધારકાર્ડ નહીં અપાય તો તે માટે 5 ટકાના બદલે 10 ટકા ટીસીએસ ચૂકવવો પડશે.