Foreign Reserve Reduced: ચલણ અસ્કયામતોમાં ઘટાડાને કારણે, 25 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર  1.425 બિલિયન ડોલર ઘટીને 631.527 બિલિયન ડોલર થઇ ગયું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે આ જાણકારી આપી. અગાઉના અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 2.762 બિલિયન ડોલર વધીને 632.952 બિલિયન ડોલર થયું હતું.


FCA માં ઘટાડો 
શુક્રવારે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર, વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો ફોરેન કરન્સી એસેટ (FCA)માં ઘટાડો થવાને કારણે થયો હતો. ડેટા અનુસાર, 18 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં FCA 2.228 બિલિયન ડોલર ઘટીને 564.832 બિલિયન ડોલર થયું હતું.


સોનાના ભંડારમાં સતત વધારો થતો રહ્યો
ડૉલરમાં વ્યક્ત કરાયેલા વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલી વિદેશી ચલણ અસ્કયામતોમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીની મૂલ્ય વૃદ્ધિ અથવા  વધારાની અસરોનો સમાવેશ થાય છે. આ જ અઠવાડિયામાં સોનાના ભંડારમાં સતત વધારો થયો હતો.


IMF સાથે દેશના ચલણ અનામતમાં ઘટાડો
સમીક્ષા હેઠળના સપ્તાહમાં, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથેના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDRs) 122 મિલિયન ડોલર ઘટીને 19.04 બિલિયન ડોલર  થયા છે. IMF પાસે રાખેલો દેશનો ચલણ ભંડાર 34 મિલિયન ડોલર ઘટીને 5.187 અબજ ડોલર થયો.