FPI Investment: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ ચીનના બજારોના વધતા આકર્ષણ અને યુએસ અર્થતંત્ર મંદીમાં જવાની ચિંતા વચ્ચે આ મહિને અત્યાર સુધીમાં ઇક્વિટી માર્કેટમાંથી રૂ. 15,236 કરોડ પાછા ખેંચી લીધા છે. જોકે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં FPIs ખરીદદાર રહ્યા છે. અગાઉ ડિસેમ્બરમાં FPIsએ શેરબજારમાં રૂ. 11,119 કરોડ અને નવેમ્બરમાં રૂ. 36,239 કરોડનું રોકાણ કર્યું હતું.


2022માં ભારતીય શેરબજારોમાંથી રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા


એકંદરે FPIsએ 2022માં ભારતીય શેરબજારોમાંથી રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા છે. તેનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારો. તેમા પણ ખાસ કરીને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કોમોડિટીના ઊંચા ભાવ છે.


FPI રોકાણની દ્રષ્ટિએ 2022 સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. 2022માં તેણે શેરમાંથી મોટા પાયે પૈસા પાછા ખેંચ્યા હતાં. જ્યારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેણે શેરમાં ચોખ્ખું રોકાણ કર્યું. ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIs એ આ મહિને (20 જાન્યુઆરી સુધી) રૂ. 15,236 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો છે. FPIsના વેચાણનું મુખ્ય કારણ લોકડાઉન પછી ચીની બજારોનું આક્રમક રીતે ફરી ખુલવાનું છે.


શા માટે FPIs ભારતીય બજારમાંથી ઉપાડી રહ્યાં છે નાણાં 


હિમાંશુ શ્રીવાસ્તવે એસોસિયેટ ડિરેક્ટર - મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, ઝીરો કોવિડ નીતિને કારણે ચીને કડક લોકડાઉન લાગુ કર્યું છે. જેના કારણે ચીનનું માર્કેટ નીચે આવ્યું હતું. આ સ્થિતિમાં ત્યાં રોકાણ મૂલ્યની દૃષ્ટિએ વધુ આકર્ષક બન્યું છે. તેમણે કહ્યું હતું કે, આ કારણે જ FPIs ભારત જેવા ઊંચા મૂલ્યાંકન બજારોમાંથી પાછી ખેંચી રહ્યા છે. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, આ ઉપરાંત અમેરિકી અર્થવ્યવસ્થા મંદીમાં જવાની સતત ચિંતા છે જેને નિરાશાજનક યુએસ ડેટાથી વધુ સમર્થન મળ્યું છે.


જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, એફપીઆઇ દ્વારા સતત વેચાણ થોડું આશ્ચર્યજનક છે કારણ કે ડૉલર ઇન્ડેક્સ સતત ઘટી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સ તેની 2022ની ટોચની 114થી ઘટીને હવે લગભગ 103 પર આવી ગયો છે. ઊભરતાં બજારો માટે ઘટતો ડોલર યોગ્ય છે અને તેથી ભારતમાં રોકાણ મેળવવું જોઈએ.


તેમણે કહ્યું હતું કે, એવું તે શું ઘટી રહ્યું છે તે એ છે કે FPIs ચીન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડ જેવા સસ્તા બજારોમાં ભારે રોકાણ કરી રહ્યા છે અને તેઓ ભારત જેવા પ્રમાણમાં મોંઘા બજારોમાં વેચાણ કરી રહ્યા છે. સ્ટોક્સ ઉપરાંત વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિને ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂ. 1,286 કરોડ ઉપાડી લીધા છે.