જીએસટી બિલ ડિજિટલ પેમને્ટ એટલે કે UPI, BHIM, RuPay કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાથી ઇન્ટસન્ટ કેશબેક મળશે. અહીં ગ્રાહકોને 20 ટકા સુધીનું કેશબેક મળી શકે છે. આ પહેલા નવેમ્બર 2019માં જીએસટી કાઉન્સિલે આ માટે મંજૂરી આપી હતી.
આ માટે સિસ્ટમ તૈયાર કરવા માટે સરકારે ફિનટેક સ્ટાર્ટઅપ કંપનીઓના પ્રૂફ ઓફ કન્સેપ્ટ આપવાનું કહ્યું છે. ફિનટેક કંપનીઓ 28 ફેબ્રુઆરી સુધી સરકારને અરજી કરી શકે છે. આ માટે સિસ્ટમ બનાવનારી કંપનીઓને સરકાર ત્રણ લાખ રૂપિયાનું ઇનામ આપશે. આ સિસ્મટ અંતર્ગત બિલ થવાથી સરકારને જીએસટીની સંપૂર્ણ રકમ મળશે જ્યારે ડિજિટલ મોડથી પેમેન્ટ કરવા પર ગ્રાહકોને ડિસ્કાઉન્ટ મળશે. સરકારે આ પ્રકારનો નિર્ણય જીએસટીની ચોરીને રોકવા માટે કર્યો છે.