ગુજરાતની વાત કરીએ તો ભાવ વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 68.59 અને ડીઝલની કિંમત 69.20 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલ 70.30 અને ડીઝલ 70.15, વડોદરામાં પેટ્રોલ 69.11 અને ડીઝલ 69.76 અને સુરતમાં પેટ્રોલ 68.57 રૂપિયા અને ડીઝલ 69.18 રૂપિયા પ્રિત લિટર પહોંચી ગયું છે.
કોમોડિટી બજારના જાણકારોનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં ક્રૂડમાં આવલ તેજીને કારણે ઘરઆંગણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.
Petrol pump
ન્યૂઝ એજન્સી આઈએએનએસે સાત મેના રોજ પોતાના અહેવાલમાં કહ્યું હતું કે, ઓઈલ કંપનીઓએ ચૂંટણી દરમિયાન પેટ્રોલ ડીઝલની કિંમત નીચલા સ્તરે રાખતા થયેલ ખોટને સરભર કરવા માટે હવે કિંમતમાં 3-5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરી શકે છે.