નવી દિલ્હીઃ  સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા બાદ આજે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. હવેથી તમારે ગેસ સિલિન્ડર ખરીદવા માટે વધુ 15 રૂપિયા ખર્ચવા પડશે. સરકારી ઓઇલ કંપનીઓએ બિન સબસિડીવાળા એલપીજી ગેસ સિલિન્ડરના દરમાં વધારો કર્યો છે. આ પહેલા 1 ઓક્ટોબરના રોજ, 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.


તમામ મહાનગરોમાં દરોમાં વધારો થયો


દેશની રાજધાની દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ સહિત તમામ મહાનગરોમાં એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા છે.  



  • દિલ્હી - 899.5 રૂપિયા

  • કોલકાતા - 926 રૂપિયા

  • મુંબઈ - 899.5 રૂપિયા

  • ચેન્નઈ - 915.5 રૂપિયા


પટનામાં સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાની નજીક પહોંચી


બિહારની રાજધાની પટનામાં એલપીજી સિલિન્ડરની કિંમત 998 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એવું માનવામાં આવે છે કે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધવાને કારણે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જો આ ઝડપે ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો થતો રહેશે, તો ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ટૂંક સમયમાં 1000 રૂપિયા સુધી પહોંચી શકે છે.


કોમર્શિયલ સિલિન્ડરો 1 ઓક્ટોબરથી મોંઘા થયા


1 ઓક્ટોબરના રોજ કોમર્શિયલ સિલિન્ડરના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 1693 રૂપિયાથી વધીને 1736.50 રૂપિયા થયો છે. કોલકાતામાં 1805.50 રૂપિયા, મુંબઈમાં 1685.00 રૂપિયા અને ચેન્નઈમાં 1867.50 રૂપિયા થયા છે.


આ રીતે ચેક કરો તમારા શહેરનો ભાવ


તમે ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારા શહેરના દર ચકાસી શકો છો. તેમજ તમે આ લિંકની મુલાકાત લઈ શકો છો. https://www.iocl.com/pages/indane-cooking-gas-overview   પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને સબસિડી વગરના અને બિન સબસિડીવાળા બંને સિલિન્ડરોના ભાવ આપવામાં આવશે.


આ પણ વાંચોઃ India Coronavirus Update: દેશમાં સતત બીજા દિવસે નોંધાયા 20 હજારથી ઓછા કેસ, એક્ટિવ કેસ 203 દિવસના તળિયે