પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી જનતા પરેશાન છે. આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો થયો છે. ભાવનગરમાં પેટ્રોલ અને ડીઝલ બંન્નેના 100ને પાર થયા છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 101 રૂપિયા 44 પૈસા છે. તો ડીઝલનો ભાવ 100 રૂપિયા 20 પૈસા છે. તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 99 રૂપિયા 71 પૈસા છે. તો ડીઝલનો ભાવ 98 રૂપિયા 49 પૈસા છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 99 રૂપિયા 47 પૈસા અને ડીઝલનો ભાવ 98 રૂપિયા 27 પૈસા છે.
એક સપ્તાહમાં ઇંધણના ભાવમાં છઠ્ઠી વખત વધારો કરવામાં આવતા દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાને પાર થયા છે. મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં પેટ્રોલનો ભાવ ૧૧૧ રૂપિયાને પાર થઇ ગયો છે. આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ વધીને ૮૧.૫૧ ડોલરને પાર થઇ ગયો છે. ઓઇલ કંપનીઓએ ડીઝલમાં ૨૪ સપ્ટેમ્બરથી અને પેટ્રોલમાં ૨૮ સપ્ટેમ્બરથી ભાવવધારો કરવાનું શરૂ કર્યુ છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં ૨.૪૫ રૃપિયા અને પેટ્રોલના ભાવમાં ૧.૫૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
- 2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
- 2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
- 2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
- 2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
- 2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
- 2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
- 2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર
એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણો
તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી ફક્ત SMS મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ચકાસી શકો છો. આ માટે, તમે 92249 92249 નંબર પર ફક્ત SMS મોકલીને પેટ્રોલ અને ડીઝલની કિંમત વિશે જાણી શકો છો. તમારે RSP <space> પેટ્રોલ પંપ ડીલર કોડ 92249 92249 પર મોકલવો પડશે. જો તમે દિલ્હીમાં છો અને મેસેજ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગો છો, તો તમારે RSP 102072 ને 92249 92249 પર મોકલવો પડશે.
નવા રેટ દરરોજ સાંજે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે
દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ અને આઇઓસી સવારે 6 વાગ્યા પછી પેટ્રોલ અને ડીઝલના નવા દર બહાર પાડે છે. એસએમએસ ઉપરાંત, તમે લેટેસ્ટ ભાવ માટે આઇઓસીએલની સત્તાવાર વેબસાઇટ પણ ચકાસી શકો છો.