GDP Data for 1st Quarter 2022-23: બે વર્ષની કોરોના મહામારી (Covi-19 Pandemic) સહન કર્યા પછી, ભારતનું અર્થતંત્ર (Indian Economy) ફરથી પાટા પર ચડી રહ્યું છે. નાણાંકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિ-માસિક  (એપ્રિલ થી જૂન વચ્ચે) ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ 13.5 ટકાના દર સાથે થયો છે. જ્યારે 2021-21નો પ્રથમ ત્રિ-માસિક વિકાસ દર (GDP) 20.1 ટકા રહ્યો હતો. તો ચોથો ત્રિ-માસિક GDP દર જાન્યુઆરી થી માર્ચ મહિના વચ્ચે 4.1 ટકા રહ્યો હતો. 2021-22ના લો બેઝ અને ઘરેલુ માંગમાં તેજીના કારણે જીડીપી વિકાસ દર વધી રહ્યો છે. સાથે આ ત્રણ મહિનામાં રોકાણ અને માંગમાં તેજી જોવા મળી હતી. 2022-23ના પ્રથમ ત્રિ-માસિક સમયગાળામાં જીડીપી રેટ 13.5 ટકા રહ્યો છે. પરંતુ આ દર RBIના અનુમાનીત દર 16.2 ટકા કરતાં ઓછો છે.


વસ્તુઓની કિંમતોમાં ભારે વધારો:


આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના (NSO) આંકડા જાહેર કરવામાં આવ્ચા છે. વિતેલા 2 નાણાંકીય વર્ષ 2020-21 અને 2021-22ના પ્રથમ ત્રણ મહિનામાં કોરોના મહામારીના કારણે લોકડાઉનથી પ્રભાવિત થયા હતા. પરંતુ આ વખતે કોરોના વાયરસના કારણે કોઈ લોકડાઉન લગાવામાં આવ્યું નહોતું. જો કે, 2022-23ના નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં વૈશ્વિક કારણોની અસર દેખાઈ છે અને વસ્તુઓની કિંમતોમાં ભારે વધારો જોવા મળ્યો છે. આમ છતાં આર્થિક વિકાસમાં રફ્તાર જોવા મળી છે.


આવા છે વિવિધ સેક્ટરના હાલઃ


NSO તરફથી જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રણ મહિનામાં ઉત્પાદન સેક્ટરનો વિકાસ 4.8 ટકા રહ્યો છે. જો કે, વર્ષ 2021-22માં આ ત્રણ મહિના દરમિયાન ઉત્પાદન સેક્ટરનો વિકાસ દર 49 ટકા હતો. 


2022-23ના પ્રથમ ત્રણ મહિનામાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 2.2 ટકા રહ્યો છે. જ્યારે ગયા વર્ષેના આ સમયમાં તે 4.5 ટકા હતો. 


કંસ્ટ્રક્શન સેક્ટરનો વિકાસ દર 16.8 ટકા રહ્યો છે, જ્યારે ગયા વર્ષે તે 71.3 ટકા હતો. 


આ જ રીતે ટ્રેડ, હોટલ, ટ્રાંસપોર્ટ, કોમ્યુનિકેશન અને બ્રોડકાસ્ટિંગ સેવાઓનો ગ્રોથ રેટ 25.7 ટકા રહ્યો છે. જે ગયા વર્ષે 34.3 ટકા રહ્યો હતો. 


ફાઈનાન્સ, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસનો વિકાસ દર 9.2 ટકા રહ્યો છે. આ સેક્ટરમાં ગયા વર્ષે આ સમયગાળામાં 2.3 ટકાનો વિકાસ દર નોંધાયો હતો.